લોકડાઉન દરમ્યાન ખાવડા પોલીસ દ્વારા શ્રમજીવી પરિવારોને ભોજન અપાયું હતું. આજથી લોકડાઉન ના કારણે ધંધા તેમ જ ઉદ્યોગો બંધ રહેતા ગરીબ પરિવારો તેમ જ ખાસ કરીને નાના બાળકો માટે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ખાવડા પોલીસ દ્વારા ભોજન અર્થે ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. પોલીસના આ કાર્યને અનેક જગ્યાએથી પ્રશંસા મળી રહી છે.