પૂર્વ કચ્છમાં આદિપુર ખાતે હરી ઓમ હોસ્પિટલની કોરોના વાયરસની અગમ ચેતી ના તૈયારી રૂપે રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર, જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે., ડીડીઓ પ્રભવ જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નર, કાર્યપાલક ઇજનેર સોલંકી, ડેપ્યુટી કલેક્ટર જોશી, ડો. અંજૂ તથા અન્ય અધિકારીઓ રૂબરૂ હરી ઓમ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે હોસ્પિટલમાં તડામાર તૈયારીઓ આરંભી ગઈ હતી.ત્યાર બાદ ગાંધીધામ ખાતે સ્ટર્લીંગ હોસ્પિટલને પણ કોરોના વાયરસ માટે સ્ટેન્ડ-અપ રાખવા માટે ત્યાંના અધિકારીઓ અને ટ્રસ્ટીઓ સાથે રીવ્યુ મીટીંગ કરતા રાજ્ય મંત્રી વાસણભાઇ આહીર, કલેકટરે બેઠક યોજી હતી. આ બેઠકમાં ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, હોસ્પિટલના ટ્રસ્ટી મોહનભાઈ, નંદુ ગોયલ, બાબુભાઇ ભીમાભાઇ, તથા અન્ય હોસ્પિટલના મોવડીયો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આવતા ગુરુવાર સુધી બંને હોસ્પિટલો તૈયાર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.