“નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વ્યાજખોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવિનભાઇ જોષી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. લાખાભાઇ રબારી તથા જયદેવસિંહ જાડેજા તથા ડ્રા. મહેન્દ્રસિંહ જાડેજાનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન હકીકત આધારે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે એ પાર્ટ ગુ.ર.નં. ૮૪૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૫૧(૨),૩૫૧(૪),૨૯૬(બી),૧૧૫(૨),૩૦૮(૩) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૪૦,૪૨,૪૩ મુજબના ગુના કામે આરોપી બળવતસિંહ સોઢા રહે. મુળ ગામ ખાનાય તા.અબડાસા હાલે રહે. ઉમીયાકૃપાનગયર, નખત્રાણા વાળાની તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમએ ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

બળવતસિંહ તગજી સોઢા ઉ.વ.૩૦ રહે. મુળ ગામ ખાનાય તા.અબડાસા હાલે રહે. ઉમીયાકૃપાનગયર, સન્નીધાબા પાસે, નખત્રાણા