ગાંધીધામમાંથી આંકફરકનો જુગાર રમતા શખ્સની થઈ અટક

copy image

ગાંધીધામમાંથી આંકફરકનો જુગાર રમતા ઈશમને પોલીસે રંગે હાથ દબોચી લીધો છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના ભારતનગર આશાપુરા મંદિર નજીક પોતાના અંગત ફાયદા માટે વરલી મટકા નો આંક ફરતો જુગાર રમતા આરોપીને એ ડિવિઝન પોલીસ ટીમે રંગે હાથ ઝડપી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.