આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે તંત્રે વૃધૃધના ૯ પરીવારજનો તાથા માંડવીની શંકાસ્પદ લક્ષણો ધરાવતી મહિલાનો નમુના તપાસ આૃર્થે મુકયા હતા. જેમાંથી જેમાંથી આજે માધાપરના વૃધૃધના સાત પરિવારજનો તાથા માંડવીની મહિલાનો રીપોર્ટ સહિત આઠ સેમ્પલ નેગેટીવ આવ્યા હતા. જ્યારે વૃદ્ધના પત્ની અને પુત્રવધુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ હવે કચ્છમાં કોરોના વાઈરસાથી સંક્રમીત દર્દીઓની સંખ્યાનો આંકડો ચાર સુાધી પહોંચ્યો છે. ભુજ શહેરના રામનગરી વિસ્તારમાં રહેતી એક ર૧ વર્ષિય યુવતિ સિવિલ હોસ્પિટલમાં દાખલ હતી. આ યુવતિમાં કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો જણાતા તેના લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.બીજી તરફ અત્યાર સુાધીમાં કુલ ૪૮ જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા, જેમાંથી ૪૬ વ્યકિતઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. બીજીતરફ વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા રોજ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૨૧ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુાધી કુલ ૪૨૪૦૪ લોકોનું સ્ક્રીનીંગ કરાયું છે.જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ ૧૫૪૭ લોકોને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે. બહારાથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા ૧૪ દિવસના કવોરોન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૪૭ જેટલા વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કુલ ૧૫૪૭ માંથી ૧૫૦૦ વ્યકિતોઓને ઘરમાં કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. કુલ ૬૯૬૪ વ્યકિતઓને હોમ કવોરોન્ટાઇન કરાયા હતા. જેમાંથી ૫૪૬૪ વ્યકિતઓએ ૧૪ દિવસનો કવોરોન્ટાઇન પીરીયડ પૂર્ણ કરેલ છે. જિલ્લાની વિવિાધ હોસ્પિટલોમાં ૭૮ જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ ૨૫ શંકાસ્પદ વ્યકિતઓમાંથી અત્યાર સુાધી ૨૩ ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ ૨ દર્દી એડમીટ છે. જિલ્લામાં કુલ ૨૫૩૧ ઈન્સ્ટીટયુશનલ કવોરોન્ટાઇન વ્યવસૃથા છે. જેમાં ૧૨૩ વ્યકિતઓને કવોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ૭૬ વ્યકિતઓને કવોરોન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં ૪૭ વ્યકિતઓ કવોરોન્ટાઇનમાં છે.કોરોના વાયરસની તકેદારીના ભાગરૃપે શરૃ કરવામાં આવેલ હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ ૧૩૩૧ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના દસ તાલુકામાં શરૃ કરાયેલ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઇને શરદી ખાંસી અને ઉાધરસવાળી વ્યકિતઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ ૨૧,૯૧,૭૮૪ લોકોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ ૧૩૩૧ વ્યકિતઓને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. અત્યાર સુાધી સમગ્ર કચ્છ જિલ્લામાં ૯૮.૮૧ ટકા લોકોનો હોમ ટુ હોમ સર્વે કરાયો છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના પગલે કોરોના ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ ધારા ૧૮૮ના ભંગ બદલ ગઇકાલ સુાધી કુલ ૨૩૫ વ્યકિતઓ સામે એફ.આઇ.આર નોંધવામાં આવી છે અને રૃ.૬૭,૫૦૦ જેટલી રકમનો દંડ કરવામાં આવેલ છે. જાહેરનામાના ભંગ બદલ ૩૫૨ જેટલા વ્યકિતઓની ધરપકડ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં ગઇકાલ સુાધીમાં કુલ ૩૮૦ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે.