વૈશ્વિક મહામારી કોરોનાવાયરસ ના પગલે લોક ડાઉન છે અને લોકોએ ઘરમાં જ રહીને આ બીમારી સામે લડવાનું છે છતાં અમુક લોકો લોક ડાઉન નો ભંગ કરીને પોતાના ઘરથી બહાર નીકળી આંટાફેરા કરી રહ્યા છે તેની સામે પોલીસે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે પૂર્વ કચ્છના આડેસર આદિપુર અંજાર ભચાઉ દુધઈ ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન કંડલા લાકડીયા રાપર અને સામખયાળી પોલીસે લોક ડાઉન નો ભંગ કરી ને ઘરની બહાર નીકળી અન્ય જગ્યાઓએ જઈને ખતરો ઉભો કરતા ૧૪૮ શખ્સો સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી છે બોર્ડર રેન્જ આઇજીએ લોકોને ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો તેમ છતાં અમુક લોકો ઘરની બહાર નીકળીને પોતાની તેમજ અન્યો ની જિંદગીને જોખમમાં મૂકતા હોવાથી તેની સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે પૂર્વ કચ્છમાં ૧૪૮ સખ્સો ની ધરપકડ કરી ને તેમની સામે પોલીસે કાર્યવાહી કરીને સામે ગુનો નોંધ્યો છે પોલીસે ૨૬૭ વાહનો ને ડિટેન કરી ને 57800 ના દંડ ની પણ વસુલાત કરી છે આ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ ૪૪ સીનીયર સીટીઝનની મુલાકાત લઈને તમને કોઈ મુશ્કેલી છે કે નહીં તેની માહિતી મેળવી હતી અને કોઈપણ સમસ્યા સર્જાય તો તુરંત પોલીસનો સંપર્ક સાધવા કહ્યું હતું અને પોલીસ તમારી સાથે જ છે તેવી બાંહેધરી પણ પોલીસે આપી હતી