ઈમરાન ખાન સેલ્ફ આઈસોલેશનમાં, કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેઓ એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જે કોરોનો પોઝિટિવ હોવાનું બહાર આવતા પાકિસ્તાનની સરકારમાં હડકંપ મચ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઈમરાનને સેલ્ફ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. ઈમરાન 15 એપ્રિલે પાકિસ્તાનના પ્રસિદ્ધ એધી ફાઉન્ડેશનના ચીફ અબ્દુલ સત્તાર એધીના પુત્ર ફૈસલ એધી સાથે મુલાકાત કરી હતી. ફૈસલ બાદ કોરોનાનો રિપોર્ટ આવ્યો છે. આને જોઈને ઈમરાને ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો છે. તેમની ઓફિસમાંથી સેમ્પલ લેવામાં આવ્યો છે અને બુધવારે તેમનો ટેસ્ટ રિપોર્ટ આવશે. હાલ તેમને સેલ્ફ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ફૈસલની સાથે સંપર્કમાં આવેલા બીજા લોકોની ઓળખ કરીને તેમનો પણ કોવિડ-19નો ટેસ્ટ કરાવવામાં આવશે. પાકિસ્તાનમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 9000ને પાર થઈ ગઈ છે અને દેશમાં 209 લોકોના મોત થઈ ગયા છે.