ટ્રેન ચલાવવા માટે સ્પેશ્યલ પ્લાન બનાવી રહ્યું છે ભારતીય રેલવે, લાગૂ થઈ શકે છે આ પાંચ નિયમ
કોરોનાના કારણે દેશભરમાં લાગૂ કરવામાં આવેલા લોકડાઉનને લીધે ભારતીય રેલવેએ ત્રણ મે સુધી પોતાની બધી પેસેન્જર ટ્રેનો રદ કરી દીધી છે. એટલું જ નહીં 3 મે પછી રેલવે રિઝર્વેશનને બંધ કરી દીધું છે. એટલે ચાર મે પછી ટ્રેન શરૂ થવા અંગે કોઈપણ અંદાજ ન લગાવી શકાય નહીં. લોકડાઉન પછી પણ ટ્રેન ચલાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારની મંજૂરી બાદ જ થશે. જોકે, ટ્રેનો જ્યારે પણ શરૂ થશે ત્યારે કોરોનાનો ડરના માળખામાં હશે એટલે અલગ અલગ ડિવિઝનના અધિકારી અનેક પ્રકારની સંભાવનાઓ ઉપર વિચાર કરી રહી છે.1. ટ્રેન ઓપરેશન શરૂ થયા પછી પહેલા માત્ર ગણતરીની ટ્રેનો પણ ચલાવવામાં આવશે. આ સ્પેશિયલ ટ્રેનો જેવું હશે અને આનું ભાડું પણ વધારે હશે. આનાથી શરુમાં ટ્રેનોમાં ભીડને ઓછી રાખવામાં મદદ મળશે માત્ર એવા જ લોકો યાત્રા કરશે જેઓ ખૂબ જ જરૂરી હશે.2. રેલવેએ 19 માર્ચથી જ દિવ્યાંગો, સ્ટૂડન્ટ્સ અને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર ટિકિટો મળનાર કન્સેશન ઉપરાંત બધા પ્રકારની છૂટ ઉપર રોક લગાવી છે. જેનો હેતું ટ્રેનોમાં ભીડ ઓછી કરવાનો છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને ટ્રેનોની યાત્રાથી દૂર રાખવાના છે. સંભાવના એ પણ છે કે અત્યારે રેલવે પોતાના આ આદેશ ચાલુ રાખવામાં આવશે. જેથી કરીને લોકોને યાત્રાથી દૂર રાખી શકાય.3. રેલવે શરૂમાં માત્ર સ્લીપર ક્લાસ કોચવાળી ટ્રેન ચલાવશે. જેમાં માત્ર એવા જ લોકોને યાત્રા કરવા દેવામાં આવશે જેનની પાસે કન્ફોર્મ ટિકિટ હશે. આનાથી જનરલ ક્લાસના ડબ્બાવાળી ભીડથી બચાવી શકાય છે. બીજી તરફ AC ડબ્બા બંધ માહોલમાં સંક્રમણની આશંકાઓને પણ સ્લીપર ટ્રેનથી ટાળી શકાય છે. 4. રેલવેએ સ્લીપર ક્લાસના 5000થી વધારે ડબ્બાને આઈસોલેશન વોર્ડમાં ફેરવી દીધા છે. જેમાં વચ્ચેની એક એક સીટ હટાવી દીધી છે. જોકે, અત્યારે આઈસોલેશન વોર્ડ તરીકે આ ડબ્બાઓની જરૂર પડી નથી. અને ગરમીના કારણે તેની શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં રેલવે આ ડબ્બાઓથી સ્લિપર-1 તરીકે સ્પેશિયલ ક્લાસની ટ્રેન પણ ચલાવી શકે છે. જેનાથી સોશિયલ ડિસ્ટેન્સિન્ગ અમલમાં મદદ મળશે.5. શરૂઆતમાં માત્ર ગણતરીના સ્ટેશનો વચ્ચે ટ્રેનો ચલાવવામાં આવશે. જે વિસ્તારોમાં કોરોનાથી વધારે મામલા સામે આવ્યા છે ત્યાંથી એકપણ ટ્રેન નહીં જાય.