ભુજના તમામ વિસ્તારોમાં પાણી ૩ થી ૪ દિવસે આવશે

ભુજ નગરપાલિકા નર્મદાનુ પાણી માળીયા કેનાલમાં ફાળવવામાં આવે છે.અને માળીયા કેનાલમાં પાણીનુ લેવલ ઓછું હોવાથી ભુજ નગરપાલિકાને નર્મદાનુ પાણી ઓછુ મળતુ હોઇ ભુજ નગરપાલિકા ઘ્વારા ભુજ શહેરમાં પાણીનુ વિતરણ ર થી ૩ દિવસે અને અમુક વિસ્તારમાં પ થી ૬ દિવસે કરવામાં આવે છે. આથી ભુજ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા તમામ વિસ્તારમાં સમાન ધોરણે કરવામાં આવે તે રીતે દરેક સંપ/ટાંકા ઉપર થી પાણી વિતરણ ૩ થી ૪ દિવસે કરવામાં આવશે .
