૭૪૬ વાગડ વાસીઓ લોકડાઉનના કારણે ગુજરાત બહાર ફસાયેલા છે. લોકપ્રતિનિઓ અને તંત્ર મદદ માટે આવે આગળ તેવી લોકોની માંગ

રાપર તાલુકાના બાલાસરના દિલીપભાઈ પટેલ પટેલના જણાવ્યાં મુજબ લોકડાઉનના કારણે ધણાં વાગડ વાસીઓ ગુજરાત બહાર ફસાય ગયા છે. વતનની યાદ અને કફોડી પરિસ્થિતિને કારણે આ લોકોના હાલ બેહાલ થયા છે.ત્યારે તંત્ર અને ચૂટાયેલા લોક પ્રતિનિધિઓ તેમની ઘર વાપસી માટે તાત્કાલિક કોઇ આયોજન કરે તેવી તેમની માંગણી અને લાગણી છે. રાપર તાલુકાના ગામોના લોકો છે આ લોકો પાસે રહેવા ખાવા કોઈ સુવિધા નથી. આંજણા ચૌધરી પટેલ સમાજ ના લોકો ફસાયાં છે. રાપર તાલુકાના લગભગ ૩૫ થી ૫૦ હજારની આસપાસ લોકો ફસાયા છે.ગુજરાત બહાર ફસાયેલા વાગડ વાસીઓના મળતા આંકડાઓ આ મુજબ છે.

બલાસર – 115,રવ – 58 , દેશલપર – 71 , આણંદપર – 1 , વર્જવાની – 46 , શિવગઢ – 140 ,શણવા – 10 , સ્લારી – 38 , જાખોત્ર – 39 , ચરેંડા – 18 , ફતેહગઢ – 146 , જાડાવાડ- 64 , કુલ = 746