ભચાઉ હાઈવે ઉપર કન્ટેનરમાંથી 1.73 લાખ ના ચોખા ચોરી

ભચાઉ પોલીસે જણાવ્યું હતું કે ગાંધીધામની બેસ્ટ રોડવેજ ના ટ્રેલર ચાલક હરિયાણાના મુરવાલ થી ટ્રેલર કન્ટેનરમાં 1962 બોરી ચોખાની ભરીને મુન્દ્રા આવી રહ્યા હતા ત્યારે ભચાઉ નજીક એક હોટલ પાસે ટ્રક ઊભી રાખી હતી દરમિયાન કન્ટેનર ચેકિંગ કરતા કન્ટેનર નો દરવાજો ખુલ્લો મળી આવ્યો હતો અંદરથી 173910 ની કિંમતના 255 બોરી ચોખા ચોરી થઈ ગયા હતા.આ અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે