ગાંધીનગર માં છેલ્લા 24 કલાક માં બીજા 6 કેસ નવા આવ્યા

જેમાં હવે ટોટલ સંખ્યા 37 પહોંચી—-કોરોના મહામારીમાં એક પછી એક સરકારી કર્મચારીઓ સપડાઈ રહ્યા છે. અમદાવાદ માહિતી ખાતામાં ફરજ બજાવતા અને સિવિલ હોસ્પિટલમાં કોરોના નું રીપોર્ટીંગ કરતાઅધિકારીનો મંગળવારે કોરોનાનો રિપોર્ટપોઝિટિવ આવ્યા બાદ આજે બીજા ૪ કર્મચારી ના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.—કોરોનાએ બિલ્લીપગે ગાંધીનગરમાં પગપેસારો કર્યોછે ત્યારે ગાંધીનગરાઓ વધુ સજાગ અને સતર્ક થઇ ગયા છે. ગાંધીનગરના પ્રવેશદ્વારે જ આવેલા સેક્ટર-૧ ના યુવાનોએ સ્વયંભૂ રીતે પોતાના સેક્ટરમાં લૉકડાઉનનું જડબેસલાક રીતે પાલન શરુ કરાવ્યું છે.