કોરોનાના આંતક વચ્ચે મુન્દ્રાના PSIએ ભુલકાઓને ભોજન પીરસ્યું

મુન્દ્રા-હાલ કોરોનાના આંતક વચ્ચે વિકાશશીલ નગરમાં સતત પેટ્રોલીંગ કરતી પોલીસે સમય કાઢી જનસેવા સંસ્થાના માધ્યમથી સ્લમ વિસ્તારના ગરીબ ભુલકાઓને ભોજન પીરસ્યું હતું. મુન્દ્રા પોલીસ મથકના પીએસઆઇ પી.કે.લીંબાચીયા કાળઝાળ ગરમીમાં પોર્ટ રોડ સ્થિત ગરીબ વસાહતમાં પહોંચી બાળકોને ખારીભાત પીરસી પોલીસ પ્રજાનો મિત્ર છે ઉક્તિને સાર્થક સાબિત કરી હતી. ઉપરાંત વિકટ પરિસ્થિતીમાં સેવાકીય કાર્યો કરતી જનસેવા સંસ્થાની કામગીરીને બિરદાવી હતી