નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં ગ્રામ પંચાયત અને કિસાન સંઘ દ્વારા ગામને સેનેટાઇઝ કરવામાં આવ્યું

નખત્રાણા તાલુકાના વિથોણ ગામમાં ગ્રામ પંચાયત અને કિસાન સંઘના સંયુક્ત આયોજન દ્વારા ગામમાં દવાખાના, બેંક, એ.ટી.એમ., પોસ્ટ ઓફિસ, બસ સ્ટેન્ડ, વિવિધ શૈક્ષણિક સંસ્થાનો જેવા જાહેર સ્થળો તેમજ દરેક શેરી અને ફળિયામાં દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયત દ્વારા દવાની વ્યવસ્થા તથા કિસાનસંઘ દ્વારા ટ્રેકટરની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ કામગીરીમાં નખત્રાણા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ નરસંઘાણી, સરપંચ બચુભાઈ નાયાણી, ઉપસરપંચ હુસેનભાઇ ચાકી, તલાટી હરેશભાઈ ચૌધરી, મોહનભાઈ વાલાણી, કાંતિભાઈ મિસ્ત્રી, પ્રેમજીભાઈ સહિતના અન્ય જાગૃત નાગરિકોએ સહયોગ આપ્યો હતો. ગામમાં લોકોને વિનામૂલ્યે માસ્ક અને વૃદ્ધો અને અસાધ્ય બીમારી ધરાવતા દર્દીઓને તેમની જરૂરીયાત મુજબ દવા ઘરે પહોંચાડવામાં આવી રહી છે.