સુરતથી સાઈકલ દ્વારા UP જતાં શ્રમિકનું મોત, ભૂખ-ગરમીએ ગરીબનો જીવ લીધો!

હાલમાં કોરોના વાયરસનો કહેર દિવસે અને દિવસે વધતો જ જાય છે. એમાં પણ ગુજરાતમાં તો આ રોગ પોતાના પગ ફેલાવવાનું બંધ જ નથી કરતો. એ વચ્ચે સુરતથી એક ખુબ જ ખરાબ સમાચાર મળી રહ્યા છે. આમ તો ભલે સરકારે શ્રમિકો માટે ટ્રેન અને બસની સુવિધા કરી છે, પરંતુ ઘણા એવા લોકો છે કે જેમની પાસે ખાવાના પણ પૈસા નથી. તો એ વાત સમજી શકાય કે ટિકિટના પૈસા તો ના જ હોય. એવામાં સુરતથી સાયકલ લઈને વતન જતા એક શ્રમિકનું કરુણ મોત નિપજ્યું છે. કરજણ નેશનલ હાઈવે 48 પર UPના શ્રમિકનું મોત થયાં હાહાકાર મચી ગયો છે

શ્રમિકના મૃતદેહ પાસેથી સામાન અને UPનું આધારકાર્ડ પણ મળ્યું છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ શખ્સનું ભુખ અને ગરમીથી મોત થયું છે. મૃતદેહ PM અર્થે ખસેડી તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળનની કાર્યવાહી કરવામાઁ આવી રહી છે.સુરત તરફથી સાયકલ લઈ વતન યુ.પી જવા નીકળેલ ઇસમનું મોત થયું છે. કરજણ નેશનલ હાઈવે 48 પાસે મૃત હાલતમાં ઇસમ મળી આવ્યો હતો. મૃતકની બાજુમાં સાઇકલ અને સામાન સાથે યુ.પી.ના રહેઠાણનું આધારકાર્ડ પણ મળી આવ્યું છે.

ભૂખ અને તાપને લઈ મૃતકનું મોત થયાનું પોલીસનું અનુમાન છે. જો કે મોતનું સાચુ કારણ સામે નથી આવ્યું. પોલીસે મૃતદેહ ને પી.એમ અર્થે કરજણ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યો છે.