વીજપોલ સાથે દોરડું બાંધી ખેડૂતે કરી આત્મહત્યા, આર્થીક સંકડામણે લીધો જીવ

જૂનાગઢમાં માળીયા હાટીના જલંધર ગામે એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. વીજપોલ સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈને ખેડૂતે મોતને વહાલું કરી લીધું અને આર્થીક સંકડામણના કારણે ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી અને પોલીસે લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને સમગ્ર મામલે તપાસ આરંભી છે.