ભુજથી ૧૧૯૭ શ્રમિકોનું ટ્રેનમાં બેસી ઉત્તરપ્રદેશમાં પોતાના વતન ભણી પ્રયાણ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસિૃથતિનું નિર્માણ થયું છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને પશ્ચિમ રેલવે દ્વારા ભુજ રેલવે સ્ટેશનાથી વહેલી સવારે ૭ કલાકે ૧૧૯૭ શ્રમિકોને પોતાના વતનમાં પરત મોકલવા માટે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ સુાધીની ૨૪ કોચની પ્રાથમ શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસૃથા કરવામાં આવી હતી.હાલની પરિસિૃથતિમાં શ્રમિકોએ પોતાના વતનમાં જવાની ઈચ્છા વ્યકત કરી હતી. તે ધ્યાને લઇ કેન્દ્ર સરકાર અને રાજય સરકારનાં સંકલનાથી આ પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતનમાં લઇ જવા માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેનની વ્યવસૃથા કરવામાં આવી હતી. એક શ્રમિક મુસાફર મહેન્દ્રસિંઘે પોતાના વતન જવા સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસૃથા માટે આભાર માનતા જણાવ્યું હતું કે, પરિસિૃથતિ થાળે પડતા તેઓ ફરી કચ્છ આવશે.આ ઉપરાંત કચ્છ યુનિ.માં માસ્ટર્સ ડીગ્રીનો અભ્યાસ કરતાં અલીગઢના આશરે પાંચેક જેટલા વિાધાર્થી પણ આ ટ્રેનમાં પોતાના વતન જવા નીકળ્યા હતા. તેમાંના એક વિાધાર્થીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અમોએ ટવીટર મારફત વહીવટી તંત્રને જાણ કરતાં તંત્ર તરફાથી અમને તુરંત જ પ્રત્યુત્તર સાંપડયો હતો. આ તમામ શ્રમિકોનું સૌ પ્રાથમ મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.ભુજાથી મુસાફરી કરનાર આ તમામ શ્રમિકોને જિલ્લા વહીવટી તંત્ર તરફાથી ફૂડપેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુસાફરી દરમ્યાન ભોજનની વ્યવસૃથા રેલવે તંત્ર દ્વારા કરવામાં આવશે. આ તકે કચ્છ સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., અિધક નિવાસી કલેકટર, ભુજ પ્રાંત અિધકારી,નોડલ ઓફિસર, ડીવાયએસપી, રેલવે તંત્રના અિધકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસિૃથત રહયા હતા.બીજી તરફ કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, પરપ્રાંતીય શ્રમિકો સાથે કેન્દ્ર તેમજ રાજય સરકારે વિશ્વાસઘાત કર્યો છે. મફત મુસાફરીની જાહેરાત કરી શ્રમિકો પાસેાથી ભાડુ વસુલી લીધુ તે બાબત કેટલી હદે યોગ્ય કહેવાય? જયારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા જરૃરતમંદ શ્રમિકો માટે ભાડાની વ્યવસૃથા કરવામાં આવી હતી.