કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળતા જનજીવન પ્રભાવિત

કચ્છમાં કાળઝાળ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૪૪.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. જે રાજ્યનું સર્વાિધક ગરમમાથક બન્યું હતું. લુ વર્ષા સાથે અંગ દઝાડતા તાપાથી લોકો ત્રસ્ત થયા હતા. રણકાંધી વિસ્તારના ગામોમાં તાપનો પ્રભાવ વિશેષ અનુભવાયો હતો. ભુજમાં ગરમીનો પારો ૪૧.૬ ડિગ્રી સે., કંડલા પોર્ટમાં ૩૯.૨ ડિગ્રી અને નલિયામાં ૩૬ ડિગ્રી નોંધાયું હતું. કંડલા (એ) માથકે ગરમીનો પારો ૪૪.૬ ડિગ્રીના આંકે પહોંચતા ગાંધીધામ અને અંજાર સહિતના કંડલા કોમ્પલેક્ષના વિસ્તારમાં કાળઝાળ ગરમી અનુભવાઈ હતી. રાજ્યનું સર્વાિધક માથક રહ્યું હતું. જિલ્લામાથક ભુજમાં મહત્તમ તાપમાન ૪૧.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૭૫ ટકા અને સાંજે ૨૯ ટકા રહ્યું હતું. પવનની ઝડપ પ્રતિકલાક સરેરાશ ૧૦ કિ.મી.ની અને દિશા પશ્ચિમની રહી હતી. કંડલા પોર્ટમાં ૩૯.૨ ડિગ્રી અને નલિયામાં ૩૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.