વિશાખાપટ્ટનમમાં ગેસ ગળતરથી ૮ મોત: ૫૦૦૦ને અસર

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત એક પ્લાન્ટમાં અચાનક કેમિકલ ગેસ લીક થવાથી મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં એક બાળક સહીત ૮ લોકોના દર્દનાક મોત થયા. આ ઉપરાંત ૫૦૦૦થી વધારે લોકો બીમાર થઈ ગયા છે, જેમને હોસ્પિટલમાં એડમિટ કરાવાયા છે. મોટી સંખ્યામાં લોકોની આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ સર્જાઈ રહી છે. ઘટના વિશાખાપટ્ટનમના આરઆર વેંકટપુરમ ગામની છે. ગામમાં સ્થિત એલજી પોલિમર ઉધોગમાં રાસાયણીક ગેસ લીક થયા બાદ બાળકો સહિત ૮ લોકોના મોત થઈ ગયા. મોતની આંકડો હજુ પણ વધી શકે છે. ઝેરી ગેસના કારણે ફેકટરીની આસપાસનો ૩ કિમીનો વિસ્તાર પ્રભાવિત છે. હાલમાં પાંચ જેટલા ગામને ખાલી કરાવાયા છે.કેન્દ્રિય ગૃહમંત્રાલયે રાય સરકાર પાસે વિગતો પણ માગી છે અને મદદની ઓફર પણ કરી છે. ઘટનાસ્થળ પર રાહત કાર્ય ચાલુ છે. ઝેરી ગેસથી પ્રભાવિત થયેલા લોકો માથામાં દુ:ખાવો, ઉલ્ટી, આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે. લોકોને પડી રહેલી મુશ્કેલી બાદ ઘટનાસ્થળ પર પોલીસની સાથે–સાથે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત છે સરકારી હોસ્પિટલમાં ૮ લોકોના મોત થઈ ચૂકયા છે, યારે ૨૦ લોકોની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે. તેમાં મોટાભાગના બાળકો અને વૃદ્ધો છે. ઘટનાસ્થળ પર એનડીૈઆરએફ અને એસડીઆરએફની ટીમો તહેનાત છે. તેઓ લોકોને ગામથી બહાર નીકળી રહ્યા છે. પોલીસ અધિકારીઓ પણ લોકોને ઘરથી બહાર નીકળીને સુરક્ષિત જગ્યાએ જવા માટે અપીલ કરી રહ્યા છે. જોકે ગેસ લીકેજ થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી