કર્ણાટક સરકારે ધોબી,વાળંદ,ખેડૂતો અને બાંધકામ કામદારો માટે રાહત પેકેજની જાહેરાત કરી

કર્ણાટકની બીએસ યેદિયુરપ્પા સરકારે કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે લોકડાઉનથી સૌથી વધુ અસરગ્રસ્ત જૂથો માટે 1,600 કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજથી કર્ણાટકના ખેડુતો, નાના અને મધ્યમ ઉદ્યોગો, હેન્ડલૂમ વણકરો, ફૂલ ઉગાડનારાઓ, ધોબી અથવા વોશરમેન, વાળંદ, ઉપરાંત ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને લાભ થશે.ફૂલ વેચનારાઓને પાકના નુકસાન માટે એક હેક્ટરની મહત્તમ મર્યાદા સુધી મર્યાદિત રૂ. 25,000 ની રાહત મળશે. વોશરમેન અને વાળંદને 5000 રૂપિયાનું વળતર મળશે.જયારે ઓટો અને ટેક્સી ડ્રાઇવરોને 5000 રૂપિયાની એક સમયની રાહત મળશે.આ વહેંચણી ઉપરાંત બાંધકામ કામદારોને 3000 રૂપિયા મળશે, આ અગાઉ બાંધકામ કામદારોને અહીં 2000 રૂપિયા આપવામાં આવ્યા હતા.કર્ણાટકના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ કહ્યું કે, ‘કોવિડ-19 એ માત્ર ખેડુતોને જ અસર કરી નથી, પરંતુ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વાળંદ અને વોશરમેન (ધોબી) જેવા લોકોને પણ અસર કરી છે. સરકારે આશરે 60,000 અને 2,30,000 ધોબીઓને, વ્યકતિદીઠ રૂ. 5,000 નું વળતર આપવાનું નક્કી કર્યું છે.’આ યોજના હેઠળ હેન્ડલૂમ કામદારોને પણ તેમના બેંક ખાતામાં 2 હજાર રૂપિયા મળશે. માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઇ) પાસે વીજળીના બિલ પર બે મહિનાની માફી રહેશે. મોટા ઉદ્યોગોના વીજ બિલ બે મહિના માટે મુલતવી રાખવામાં આવશે.કર્ણાટકમાં ત્રણ જિલ્લાઓ છે જે હજી પણ રેડ ઝોન ટેગ ધરાવે છે અથવા એવા વિસ્તારો છે જેમાં કોવીડ -19 કેસની નોંધપાત્ર સંખ્યા છે. આમાં બેંગલુરુની પણ શામેલ છે, જે સામાન્ય સમયમાં આવકનો વિશાળ સ્ત્રોત છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 671 કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જેમાં 29 લોકોના મોત થયા છે.સોમવારે લાદવામાં આવેલા વિસ્તૃત તાળાબંધીના ભાગ રૂપે રાજ્યમાં હજી પણ કેટલાક પ્રતિબંધો સ્થાને છે. માર્ચ મહિનામાં લોકડાઉનની જાહેરાત થતાં ભાજપ શાસિત રાજ્ય સરકારની આવકમાં ભારે ઘટાડો થયો છે.અહીં સોમવારે દારૂની દુકાનો શરૂ થતાં પહેલા દિવસે 45 કરોડ અને બીજા દિવસે 197 કરોડનું વેચાણ થયું હતું.એવામાં અહીં મોટી ચિંતાનો વિષય એ છે કે રાજ્ય સરકારના વર્ગીકરણ મુજબ અમુક જિલ્લાઓ જે શરૂઆતમાં ‘રેડ ઝોન’ તરીકે ઓળખાતા હતા,પરંતુ કેન્દ્ર સરકારના માપદંડ મુજબ તેને ‘ઓરેન્જ ઝોન’ તરીકે ડાઉનગ્રેડ કરવા પડ્યા હતા ત્યાંથી કોવિડ કેસોમાં અચાનક મોટા પ્રમાણમાં વધારો થતો હતો. આ વિસ્તારોમાંથી આવતા કેસોની સંખ્યા મોટી હોવા છતાં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં લોકડાઉન પ્રતિબંધમાં ભારે ઘટાડો થયો હોવાથી રાજ્ય સરકાર કોરોનાવાયરસના ઝડપથી ફેલાવાને લઇને ચિંતિત છે. રાજ્યએ તેની ચિંતા કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે અને દરખાસ્ત કરી છે કે 30 માંથી 14 જિલ્લાઓને ‘રેડ ઝોન’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે