કોરોના પલ્ટી મારે છે કોરોના વાયરસના કેસ કુદકેને ભૂસકે વધી રહ્યા છેઃ એપ્રિલમાં કેસની સંખ્યા ઓછી હતી પરંતુ મે મહિનો બેસતા જ કોરોનાએ ધૂણવાનું શરૂ કરી દીધું: મધ્યપ્રદેશના બે ગ્રીન ઝોનવાળા વિસ્તારો નવા કેસના કારણે ઓરેન્જ ઝોન બની ગયાઃ દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના અકિલા કેસ ઝડપથી વધતા ચિંતાનો માહોલઃ રોજેરોજ કેસ અને મૃત્યુઆંક વધે છેઃ તંત્ર ઉંધામાથેઃ દેશમાં ૨૪ કલાકમાં ૮૯ના મોતઃ નવા ૩૫૬૧ કેસ
નવી દિલ્હી, તા. ૭ :. ભલે દેશમાં લોકડાઉન ૩.૦ અમલી હોય પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. એપ્રિલના ત્રીજા અને ચોથા સપ્તાહમાં કોરોનાના કેસ વધવાની સ્પીડ ઘણી ઓછી જોવા મળી હતી અને તેને કારણે લાગ્યુ હતુ કે કોરોનાના કેસ હવે ઘટી જશે, પરંતુ મે મહિનો શરૂ થતા જ કોરોનાએ ફુંફાડો માર્યો અને એટલી ઝડપથી કેસ વધવા લાગ્યા છે કે ચિંતા ઉભી થાય. કુલ કેસની સંખ્યા ૫૦,૦૦૦ની ઉપર થઈ ગઈ છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ફરીથી તે વધુ તાકાત સાથે પાછો ફરી રહ્યો છે, ત્યારે ગ્રીન ઝોનમાં આવેલા ગામો અને શહેરોએ પણ અકીલા ચેતવા જેવુ છે. તેઓએ ખુશ થવા જેવુ નથી કારણ કે કોરોના પલ્ટી મારી શકે છે. દેશના પાટનગર દિલ્હીમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૨૮ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ પહેલા માત્ર ૨૦૬ કેસ સામે આવ્યા હતા. ૪થી તારીખે ૩૪૯, ૩ મેના રોજ ૪૨૭, ૨ જી મેના રોજ ૩૮૪ અને ૧લી મેના રોજ ૨૨૩ કેસ સામે આવ્યા હતા. આની સાથે દિલ્હીમાં અત્યાર સુધી કેસની સંખ્યા વધીને ૫૫૩૨ થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા ૬૫ની થઈ છે. દિલ્હીમાં ૧૫૪૨ લોકો સાજા થઈને ઘરે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે ૧૨૩૩ નવા કેસ સામે આવ્યા હતા. સાથોસાથ કેસની સંખ્યા વધીને ૧૬૭૫૮ થઈ છે. સૌથી વધુ કેસ મુંબઈના છે જ્યાં ૧૦૭૧૪ કેસ છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કોરોનાએ ૬૫૧નો ભોગ લીધો છે. ગુજરાતમાં ગઈકાલે ૩૮૦ નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસ પહેલા જ ૪૪૧ નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં દર્દીઓની સંખ્યા ૬૬૨૫ થઈ છે અને મૃતકો ૩૯૬ થયા છે. માત્ર અમદાવાદમાં જ ૨૯૧ કેસ સામે આવ્યા છે અને ૨૫ના મોત થયા હતા. મધ્યપ્રદેશમાં લોકડાઉન ૩.૦માં જાબુઆ અને નિમચમાં ગઈકાલે ૫ નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા આ બન્ને શહેરો ગ્રીન ઝોનમાં હતા પરંતુ હવે ઓરેન્જ ઝોનમાં આવી ગયા હતા. નિમચમાં કેસ આવ્યા બાદ તુરંત જ કર્ફયુ લગાવી દેવામાં આવ્યો છે. નિમચમાં એક જ પરિવારના ૪ લોકોને કોરોના થયો છે જ્યારે જાબુઆમાં એક મહિલાને કોરોના થયો છે. કોરોના વાયરસના કેસની ૫૦,૦૦૦ને પાર કરી ગઈ છે. ગઈકાલે ૩૬૦૨ કેસ સામે આવ્યા હતા. મૃતકોની સંખ્યા પણ ૧૭૦૦ની ઉપર થઈ ગઈ છે.(૨-૩