કેન્સર, બીપી અને ડિપ્રેશનની દવાઓથી કોરોનાને હરાવવા માટેની તૈયારીઓ, દાવો- વેક્સિનથી પહેલાં આવી સારવાર ફેફસાંને બચાવશે

ટ્રાયલમાં અલગ અલગ દવાઓથી સંક્રમણના જોખમને ઘટાડવાનો પ્રયાસ અને ક્ષતિગ્રસ્ત ફેફસાંને રિકવર કરવાનું લક્ષ્યાંકકોરોના પોઝિટિવના દર્દી જેમાં માઈલ્ડ લક્ષણ જોવા મળે છે અને હોસ્પિટલ દાખલ નથી થયાં, તેઓને ટ્રાયલમાં પહેલા સામેલ કરવામાં આવશેકોરોના સંક્રમણને રોકવા માટે દુનિયાભરમાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ) અને ઈબોલાની દવા રેમેડિસિવિરની ભારે માંગ છે. આ જ ક્રમમાં અમેરિકાના વૈજ્ઞાનિકોએ હવે કેન્સર, હાઈબીપી અને ડિપ્રેશનની દવાઓ સંક્રમિત દર્દીઓને આપવાની યોજના બનાવી રહ્યા છે. તેની પાછળનું કારણ ફેફસાંને બચાવવાનું છે જે કોરોના સંક્રમણની ઝપેટમાં જલ્દી આવે છે.વૈકલ્પિક દવાઓની મદદથી આ એક પ્રકારનું ટ્રાયલ છે, જેમાં અલગ અલગ દવાઓથી સંક્રમણના જોખમને ઘટાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સંશોધનકારો માને છે કે, આ દવાઓ કોરોનાવાઈરસને શરીરના કોષોમાં પહોંચતા અટકાવી શકે છે.
ડોકટરો 4 પ્રકારની આ દવાઓ અજમાવશે
વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિન એવા કોરોના પોઝિટિવ દર્દીઓ પર ટ્રાયલ શરૂ કરશે જે ઘરમાં જ ક્વોરન્ટીન છે અને હજી સુધી હોસ્પિટલમાં એક વખત પણ દાખલ થયા નથી. હોસ્પિટલના મુખ્ય સંશોધક ડો.એરિક લેંજેના જણાવ્યા પ્રમાણે, દર્દીઓ પર પ્રયોગ તરીકે આ દવાઓનો વૈકલ્પિક રીતે ઉપયોગ કરવામાં આવશે. આ દવાઓ વર્ષોથી વિવિધ રોગોમાં વપરાય છે અને સુરક્ષિત પણ છે.

  1. કેન્સરની દવા
    રક્સોલિટિનિબ નામમી આ દવા માયલોફાઈબ્રોસિસના દર્દીઓને આપવામાં આવે છે. માયલોફાઈબ્રોસિસ બોન મેરોનું કેન્સર હોય છે. આ દવા સોજાને ઓછા કરવાની સાથે ઈમ્યુન સિસ્ટમને કંટ્રોલ કરીને કેન્સરના કોષોને નષ્ટ કરે છે. તેનું ક્લિનિકલ ટ્રાયલ વોશિંગ્ટન યુનિવર્સિટી ઓફ મેડિસિનમાં શરૂ થવાનું છે.
  2. કીમોથેરેપી ડ્રગ
    વૈજ્ઞાનિકો કોરોના દર્દીઓને કેન્સરની એક બીજી દવા ટોપોસાઈડ આપવાની તૈયારી કરી રહ્યા છે. આ દવાનો ઉપયોગ લંગ કેન્સર, લિમ્ફોમા અને ટેસ્ટિકુલર કેન્સરના દર્દીઓને કીમોથેરેપીમાં કરવામાં આવે છે. અમેરિકાના બોસ્ટન મેડિકલ સેન્ટરમાં ટોપોસાઈડ દવાની ક્ષમતા અને અસરને સમજવા માટે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
  3. એન્ટિ-ડિપ્રેસન્ટ દવા
    કોરોના સંક્રમણના જોખમને ઘટાડવા માટે સામાન્ય રીતે ડિપ્રેશનમાં આપવામાં આવતી એન્ટિ ડિપ્રેસન્ટ ફ્લુવોક્સામાઇનનું ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ દવાથી શરીરમાં સેરેટોનિન નામના ખુશીના કેમિકલ સ્તરમાં સુધારણા કરશે અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે. આ દવાનો પ્રયોગ પ્રોટીનમાં થતા સોજાને અટકાવશે અને શ્વાસની તકલીફ પણ દૂર કરશે
  4. બ્લડ પ્રેશરની દવા
    સંશોધનકારોએ બ્લડ પ્રેશરમાં આપવામાં આવતી દવા લોસાર્ટનને પણ વિકલ્પ તરીકે આપશે. તેમના મતે, તે કોરોના દર્દીઓ માટે એક મહત્ત્વપૂર્ણ ડ્રગ છે. તે રક્તવાહિનીઓને જકડી રાખતા તત્ત્વોને બ્લોક કરે છે. દાવો કરવામાં આવે છે કે, તે ફેફસાંને સંક્રમિત કરતા અટકાવશે. આ દવા તે રિસેપ્ટરને બ્લોક કરશે, જેની મદદથી કોરોનાવાઈરસ કોષો પર હુમલો કરીને તેની સંખ્યા વધારે છે.