યુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક; WHOએ કહ્યું- એપ્રિલમાં દરરોજ 80 હજાર દર્દી નોંધાયા

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના 38.23 લાખ કેસ, 2.65 લાખ લોકોના મોતયુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક, અહીં 30 હજાર લોકોએ જીવ ગુમાવ્યાઅમેરિકામાં 12.63 લાખ કેસ, મૃત્યુઆંક 75 હજાર નજીક
ન્યૂયોર્ક. વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના 38 લાખ 23 હજારથી વધારે કેસ નોંધાયા છે. 2.65 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. 30 હજાર મોત સાથે બ્રિટન કોરોના મહામારીમાં મૃત્યુઆંકની દ્રષ્ટિએ યુરોપમાં પ્રથમ નંબરે આવી ગયું છે.વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યુ હતું કે એપ્રિલમાં દરરોજ સરેરાશ 80 હજાર સંક્રમણના કેસ સામે આવ્યા. ભારત અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ એશિયાના દેશોમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જ્યારે પશ્ચિમ યુરોપના દેશમાં ઘટાડો થઈ રહ્યો છે. અમેરિકામાં 80 લાખ લોકોના ટેસ્ટ કરાયાઅમેરિકામાં 12.63 લાખ કેસ નોંધાયા છે. જેમાં અત્યાર સુધીમાં 74 હજાર 799 લોકોએ જીવ ગુમાવ્યા છે. 2.13 લાખ લોકોને સારવાર પછી અહીં રજા અપાઈ છે. અમેરિકામાં કુલ 80 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં 24 કલાકમાં 2073 લોકોના જીવ ગયા છે અને 25 હજાર 459 નવા કેસ મળ્યા છે. નૂયોર્કમાં મૃત્યુઆંકમાં ઘટાડો થઈ રહ્યો છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રયુ ક્યુમોએ કહ્યું હતું કે એક દિવસમાં અહીં 232 લોકોએ જીવ ગુમાવ્યા છે.