કોરોનાવાઈરસ વિજ્ઞાનીઓનો દાવો- કોરોનાએ રૂપ બદલ્યું, નવું સંક્રમણ વધુ ઘાતક હોવાની શક્યતા

વિજ્ઞાનીઓએ 33 પેજનો રિપોર્ટ રજૂ કર્યો
વાઇરસનું નવું સ્ટ્રેન કે સ્વરૂપ ફેબ્રુઆરીમાં યુરોપમાં જોવા મળ્યું હતું
કેલિફોર્નિયા. અમેરિકી વિજ્ઞાનીઓએ કહ્યું છે કે વિશ્વભરમાં કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસે પોતાનું સ્વરૂપ બદલી લીધું છે અને તેનો નવો અવતાર સંક્રમણના મામલે પહેલાં કરતાં વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. લોસ અલામોસ નેશનલ લેબોરેટરીના વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના એક નવા સ્વરૂપની ઓળખ કરી છે. જે પહેલાં કરતા વધુ ઘાતક થઇ શકે છે. કોરોનાનું ઘણી જગ્યાએ નવું સ્વરૂપ જોવા મળ્યું વિજ્ઞાનીઓએ નવા રિસર્ચમાં લખ્યું છે કે વાઇરસનું નવું સ્ટ્રેન કે સ્વરૂપ ફેબ્રુઆરીમાં યુરોપમાં જોવા મળ્યું હતું, જે ઝડપથી અમેરિકાના પૂર્વ તટ સુધી પહોંચી ગયું અને ત્યાર બાદ વિશ્વભરમાં ફેલાઇ ગયું. ઘણી જગ્યાએ નવું સ્વરૂપ જોવા મળ્યું છે. તેણે ચીનના વુહાનથી બહાર ફેલાયેલા ચેપની તુલનામાં વધુ લોકોને સંક્રમિત કર્યા.પ્રારંભિક ચેતવણીની તાત્કાલિક જરૂરિયાત લાગી રહી છેરિપોર્ટમાં એવી ચેતવણી પણ અપાઇ છે કે આ ઝડપથી ફેલાવા ઉપરાંત સાજા થઇ ગયેલા લોકો માટે ફરી સંક્રમિત થવાનું જોખમ વધારી શકે છે. કોવિડ-19ની સારવાર કે રસી પર કામ કરી રહેલા વિજ્ઞાનીઓની સાથે રસી શોધવામાં સહયોગ કરવા ઝડપ લાવવાના પ્રયાસો હેઠળ આશરે 33 પેજનો આ રિપોર્ટ BioRxiv વેબસાઇટ પર પોસ્ટ કરાયો છે. આ વેબસાઇટ પર શોધકર્તાઓ પોતાના સહકર્મીઓના મત જાણવા અને સમીક્ષા માટે પોતાના શોધ અને અન્ય કામને શેર કરી છે. રિપોર્ટના લેખકોએ કહ્યું છે કે તેમને એક પ્રારંભિક ચેતવણીની તાત્કાલિક જરૂરિયાત લાગી રહી છે. જેથી વિશ્વભરમાં વિકસિત કરાઇ રહેલી રસી અને દવાઓ તેની સામે અસરકારક સાબિત થાય