પાકિસ્તાનમાંથી રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં તીડો પહોંચી જતા અરેરાટી ફેલાઈ રહી છે

નવી દિલ્હી: જ્યારે આખી દુનિયા કોવિડ-19ની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યારે ભારતના રાજસ્થાનના લોકો બે મોરચે લડી રહ્યાં છે. એક તરફ રાજસ્થાનનાં લોકો કોરોનાવાયરસ સામે લડી રહ્યાં છે, તો બીજી તરફ પાકિસ્તાનમાંથી રાજસ્થાનની સરહદી વિસ્તારોમાં મોટી સંખ્યામાં તીડો પહોંચી ગયા છે. આ તીડોની આડમાં પાકિસ્તાન કનિદૈ લાકિઅ આતંકવાદીઓની ઘુસણખોરી કરાવી રહ્યો છે એવી શંકા પણ સરકારને છે. ગયા વર્ષે પણ રાજસ્થાનનાં ખેડૂતો, ખાસ કરીને પાકિસ્તાનની સરહદ પરના ગામડાઓના ખેડૂતોને તીડોના કહેરનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે આ ખેડૂતોનો અકીલા પાક નાશ પામ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, ગયા વર્ષે તીડોએ પાક નષ્ટ કરી દીધો હતો. એક તરફ, કોરોનાવાયરસથી પોતાની જાતને બચાવવાની છો, તો બીજી તરફ પાકને તીડોથી બચાવવાની છે. તીડોના હુમલાથી ખેડૂત ચિંતિત છે. તીડોને ભગાવવા માટે તેઓ ખેતરમાં પહોંચીને વાસણ વગાડી રહ્યાં છે.