ગાંધીનગરમાં સે-24માં પોલીસ કર્મીઓ પર લોકડાઉનની પરિસ્થિતિમાં હુમલો કરનાર બે આરોપીને પકળી પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યા

ગાંધીનગર: હાલમાં કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે લોકડાઉનની સ્થિતી છે ત્યારે પોલીસ તેનું કડક પાલન કરાવવા માટે માર્ગો ઉપર ફરી રહી છે અને પેટ્રોલીંગની સાથે ડ્રોનનો ઉપયોગ કરીને લોકડાઉન ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરી રહી છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવાની સાથે હુમલાની અકિલા ઘટના પણ બનતી હોય છે. આવા હુમલાખોરો સામે કડક હાથે કામ લેવા માટે રાજય સરકારે નિર્ણય કરીને તુરંત જ તેમની સામે પાસા સુધીના પગલાં ભરવા માટે તાકીદ કરવામાં આવી છે ત્યારે ગાંધીનગર શહેરના સે-ર૪માં પણ ચાર અકીલા દિવસ અગાઉ સે-ર૧ પોલીસની ટીમ લોકડાઉનનું પાલન કરાવવા માટે કનિદૈ લાકિઅ ગઈ હતી જ્યાં પોલીસ સાથે અસભ્ય વર્તન કરી હુમલાની ઘટના બની હતી. જેમાં બે આરોપી હિમાંશુ હરેશભાઈ પંડયા રહે.૩પ, ડબલ ડેકર સે-ર૪ અને વિશાલ જયરામભાઈ રબારી રહે.૬૪/ર૭૮, શ્રીનગર સોસાયટી, સે-ર૪ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ ગંભીર ગુનાને ધ્યાને લઈ હે.કો.નરેન્દ્રસિંહ, અશોકસિંહ અને એલસીબીના હેકો.વિરભદ્રસિંહ દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જેને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજુર કરી દેતાં આ બન્ને આરોપીઓને પાસા હેઠળ સુરત જેલ મોકલી આપવા તજવીજ શરૂ કરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત પાલન માટે પોલીસે કડક હાથે ઝુંબેશ હાથ ધરી છે ત્યારે હુમલાની આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે ન