અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, મજૂર શુક્રવારે સવારે 5.15 વાગ્યે માલગાડીમાં આવી ગયા હતા દુર્ઘટના ઔરંગાબાદના કરમાડ સ્ટેશન પાસે બની હતી, મજૂરોને ભુસવાલથી મધ્યપ્રદેશ જવાની ટ્રેન પકડવાની હતીઔરંગાબાદ. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 16 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.કરમાડ પોલીસે જણાવ્યું કે, મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા. થાકી ગયા તો પાટા પર જ સુઈ ગયા હતા. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે ટ્રેનના સંકજામાં આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા.રેલવે મંત્રાલયે જણાવ્યું કે, ઘટના બદનાપુર અને કરનાડ સ્ટેશન વચ્ચેની છે. આ વિસ્તાર રેલવેના પરમણી- મનમાડ સેક્શનમાં આવે છે. શુક્રવાર સવારે ઘણા મજૂરો રેલવે ટ્રેક પર સૂતા હતા. માલગાડીના ડ્રાઈવરે તેમને જોઈ લીધા હતા, બચાવવાના પ્રયાસ પણ કર્યા, પણદુર્ઘટના બની ગઈ હતી. કેસની તપાસનાઆદેશ આપી દેવાયા