યુવાનના ખાતામાંથી 1.86 લાખ ઉચાપત

આદિપુરની છ વાળીમાં રહેતા યુવાન વેપારીના બેંક એકાઉન્ટમાંથી ફ્લીપકાર્ટમાંથી એનીડેસ્કની માહિતી માગી ત્રણ ટ્રાન્જેક્શનમાં રૂ.1,86,031 ઉપાડી છેતરપિંડી આચરાઇ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
આદિપુરના છ વાળી વિસ્તારમાં રહેતા વેપારી સુનિલભાઇ શ્યામભાઇ હાસવાનીએ તા.27 ફેબ્રુઆરીના મોબાઇલ મારફત ફ્લીપકાર્ટમાંથી ઓનલાઇન બ્લુટુથ ઇયરફોનનો ઓર્ડર કર્યો હતો જે તા.29/2 ના મળી ગયા બાદ પસંદ ન આવતાં તા.1/3 ના પરત કર્યા હતા જે કંપનીનો માણસ લઇ ગયો હતો. રિફંડ પરત ન મળતાં તા.6/3 ના ફ્રીપકાર્ટની હેલ્પ લાઇન નંબર પર ફોન કર્યો હતો ત્યારે ફોન ન ઉપડ્યો પણ પછી 06289095970 નંબર ઉપરથી ફોન આવ્યો હતોઅને પોતે ફ્લીપકાર્ટમા઼થી બોલે છે તેમ જણાવ્યું હતું. જેમાં સુનિલભાઇએ ઇયર ફોન પરત કર્યું તેનું રિફંડ તેમને મળ્યું ન હોવાનું જણાવ્યું હતું જેના જવાબમાં તેણે હું કહું તેમ કરતા જાવ તમને રીફંડ મળી જશે તેમ કહી વિશ્વાસમાં લઇ આઇસીઆઇસીઆઇ બેંકની એનીડેસ્ક એપ ડાઉનલોડ કરાવી તેમાં એકાઉન્ટ નંબર સહિતની માહીતી નખાવી એકાઉન્ટ નંબરમાં ગુડ લખવાનું કહ્યું હતું. હવે વધુ એક વખત તમારો મોબાઇલ નંબર નાખો તમારું બધું રિફંડ પ્લસ થઇ જશે તેમ કહી વીશ્વાસમાં લીધા હતા અને ત્યાર બાદ તા.6/3 ના ત્રણ ટ્રાન્જેક્શન થયા હતા અને તેના ખાતામાંથી રૂ.1,86,031 ઉપાડી ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે ઠગાઇ કરનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.