૩૧મી મે સુધી લોકડાઉન લંબાવાય તેવી સકયતા ?

એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં જૂન અને જુલાઇ મહિનો કોરોના પોઝિટીવ કેસો માટે પીક સમય છે, ઓગષ્ટ્ર પછી કેસો ઓછા થતાં જશે
લોકડાઉન ૩.૦ પછી લોકડાઉન ૪.૦ આવી રહ્યું છે. લોકોએ હજી વધારે સાચવવાની જરૂર છે. કેન્દ્ર સરકાર લોકડાઉનનો સમય ૩મી મે સુધી લંબાવી શકે છે. ગુજરાતના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે જે રાજ્યોમાં કોરોના પોઝિટીવના આંકડા વધતા હોય તેવા રાયો તેમની રીતે લોકડાઉનનો સમય લંબાવી શકે છે.
ભારત અને ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ અતિ ગંભીર ઘટસ્ફોટ કર્યેા છે. જો તેમનું આ બયાન સાચું પડું તો ભારત અને ગુજરાતમાં કોરોનાના કેસો જૂન, જુલાઇ અને ઓગષ્ટ્ર મહિનામાં પણ જોવા મળી શકે છે. તકેદારી નહીં રાખવામાં આવે તો આ કેસોની સંખ્યા ઘણી મોટી હશે. આ અધિકારીએ કહ્યું છે કે ગુજરાતમાં પણ ૩૧મી મે સુધીમાં પોઝિટીવ કેસોની સંખ્યા ૧૫૦૦૦ના આંકડાને વટાવી શકે છે.
ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં આગામી ત્રણ મહિનામાં પોઝિટીવ કેસોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થશે. તેમણે કહ્યું કે બે બાબતોની જરૂર છે. દિન પ્રતિદિન કેસો વધી રહ્યાં છે ત્યારે ટેસ્ટીંગનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આપણે સફળતા જોઇતી હશે તો ટેસ્ટીંગ ભલે વધે પરંતુ કેસ ઓછા થવા જોઇએ તેથી આપણે સતર્ક રહેવું પડશે.
ગુલેરિયાના બયાન સાથે સહમત થતાં રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતિ રવિ કહે છે કે ભારતની જેમ ગુજરાતમાં પણ લોકડાઉનથી ખૂબ મોટો ફાયદો મળ્યો છે. આ પગલાંથી કેસો જેટલા ઝડપથી વધવા જોઇતા હતા તે વધ્યાં નથી. લોકોએ સંયમ રાખીને સરકારને સહકાર આપ્યો છે
તેમનું કહેવું છે કે કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં જૂન અને જુલાઇ મહિનો એવો છે કે જેમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા પીક પર હશે એટલે કે ખૂબ ઝડપથી વધશે. જો લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે અને માસ્ક નહીં પહેરે તો કોરોના પોઝિટીવ કેસનો વિસ્ફોટ સર્જાઇ શકે છે.
જો કે તેમણે કહ્યું કે જૂન અને જુલાઇ મહિના પછી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળશે. સરકારે કોવિડ સેન્ટરોમાં ટેસ્ટીંગની સંખ્યા વધારવી પડશે અને હોટસ્પોટ વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરવાનો રહેશે. ગુલેરિયાની જેમ ગુજરાતના મુખ્યમંત્રી વિજય પાણી પણ માને છે કે કોરોના સામેની લડાઇ લાંબી ચાલશે. લોકોની લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવવો પડશે. શોપિંગ મોલ્સ, મૂવી થિયેટરમાં જવા માટે નવા નિયમો લાગુ કરવા પડશે. લોકોએ જાતે જ સાવધાનીના પગલાં લેવા પડશે.