દોઢ મહિનાના લોકડાઉનની માઠી અસરો હવે કચ્છમાં દેખાવા માંડી છે. બહારાથી આવેલા શ્રમિકો પરત જતા રહેતા તેમજ લોકોમાં કોરોના વાઈરસનો ભય હોય સરકાર અને તંત્રએ આપેલી છૂટ બાદ વેપાર-ધંધા શરૃ થયા હોવાછતાં બજારો સુમસામ જોવા મળી રહી છે. જેને લઈને વેપારી વર્ગના ચહેરા પર ભયંકર આિાર્થક મંદીના ભણકારાનો ભય જોવા મળી રહ્યો છે.કચ્છના જિલ્લા માથક ભુજ અને ગાંધીધામ જેવા મોટા શહેરોમાં પણ બજારો ખુલ્યાના એકાદ-બે દિવસ સુાધી થોડી ગ્રાહકી રહ્યા બાદ હવે બજારમાં રોનક દેખાતી નાથી. આ ઉપરાંત અબડાસાના તાલુકા માથક નલિયા, નખત્રાણા, માંડવી, મુંદ્રા, રાપર, અંજાર સહિતના નાના નગરોમાં પણ બજારમાં દરરોજ સવારે અને સાંજે માત્ર દોઢ-બે કલાક માટે ગ્રાહકો જોવા મળે છે. આ સિવાય વેપારીઓ આખો દિવસ દુકાનોમાં બેસીને ગ્રાહકો આવવાની રાહ જોતા રહે છે. સવારના સમયે મુખ્યત્વે દુાધ, કરિયાણા જેવી આવશ્યક વસ્તુઓ લેવા માટે જ લોકો બહાર આવે છે. બીજી તરફ દોઢ મહિનાથી વેપાર-ધંધા અને કામ વગર લોકોની આવક બંધ હોય હાલ જીવનજરૃરી વસ્તુઓ સિવાય બીજુ કંઈ જ ખરીદવાનું લોકો ટાળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર લોકડાઉનમાં પરપ્રાંતિય વર્ગ બહાર જતો રહેતા વેપાર-ધંધાને મોટો ફટકો પડયો છે. લોકોમાં હજુ કોરોનાનો ભય છે. માટે ઘરની બહાર નિકળી રહ્યા નાથી. આિાર્થક જાણકાર સૂત્રોના મતે કચ્છમાં બજારો પૂર્વવત થતા હજુ બે-ત્રણ માસનો સમય લાગી જશે. બધુ થાળે પડતા ધીમે ધીમે દિવાળી આવી જશે. કચ્છના નાના વેપારીઓ અત્યારે ભયંકર માનસિક યાતનામાંથી પસાર થઈ રહ્યા છે. કારણ કે વેપાર-ધંધા વગર તેમની આવકને ફટકો પડયો છે. સામાપક્ષે ભાડા, લાઈટબીલ, મેઈન્ટેનન્સ સહિતના ખર્ચા ચડી રહ્યા છે. આ સિૃથતિમાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.