કચ્છમાં અસંખ્ય નાના વેપારીઓના ધંધા-રોજગાર બંધ થઈ જવાની ભીતિ

લોકડાઉનના પગલે ચાલીસ દિવસ સુાધી દુકાનો બંધ રહેતા નાના વેપારીઓ આિાર્થક ભીંસમાં આવી ગયા છે. પરિણામે રાજ્યની સાથોસાથ કચ્છમાં પણ હજારો નાના વેપારીઓના ધંધા બંધ થઈજાય તેવી ભીતિ છે. આિાર્થક નુકશાનના પગલે સરકાર પાસે સહાયની માંગ ઉઠી રહી છે. ત્યારે નાના ધંધાર્થીઓ માટે પણ સરકાર સહાય આપે તેવી માંગ છે.
નાના વેપારીઓ પણ દેશની આૃર્થ વ્યવસૃથાનો આાધાર સ્તંભ છે. પણ લોકડાઉન આ નાના વેપારીઓને પણ નડી ગયો છે. સતત ચાલીસ દિવસ સુાધી દુકાનો બંધ રહેતા પોતાના ધંધાને લઈને આવા હજારો નાના વેપારીઓની આિાર્થક કેડ ભાંગી ગઈ છે. મંદીના માહોલમાં માંડ માંડ ધંધો ચલાવતા આ નાના વેપારીઓ ફરીથી ઉભા થવા માટે સહાય ઈચ્છી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા નાના ધંધાર્થીઓ માટે કોઈ પણ પ્રકારની સહાય જાહેર કરવામાં આવી નાથી. પરિણામે ધંધાને ફરીથી બેઠુ કરવા માટે મહિનાઓ વીતી જાય તેમ છે. તો કેટલાય વેપારીઓ પણ પોતાના ધંધાને બંધ કરવા વિચારી રહ્યા છે. લોકડાઉનના કારણે નાના વેપારીઓની સિૃથતી દયનીય બની છે. ગુજરાત સહિત કચ્છના પણ હજારો નાના વેપારીઓને જો સરકાર તરફાથી કોઈ સહાય નહિં મળે તો તેઓ પોતાનો ધંધો બંધ કરશે. ચાલીસેક દિવસ સુાધી દુકાનો બંધ રહી હોવાથી તેઓને એક પણ રૃપિયાની આવક થઈ નાથી. વધુમાં લોકડાઉન તેમ છતા અમુક ફિકસ ખર્ચ જેમ કે, દુકાનનું ભાડુ, કર્મચારીઓનો પગાર વિગેરેને લઈને તેમની આિાર્થક સિૃથતી ડામાડોળ બની છે. એટલુ જ નહિં હજુ પરિવહન સેવા ચાલુ ન થવાથી ગ્રામિણ વિસ્તારના લોકો શહેરમાં આવી શકતા નાથી. પરિણામે ધંધાને પાટા પર ચડાવા માટે બીજા મહિનાઓ વીતી જશે. એટલે, હાલ તો સરકાર મદદરૃપ બને તેવી વેપારીઓની લાગણી છે.