કોરોના IAS અફસરે PI સામે SPને ફરિયાદ કરી, પોલીસની ગરિમાને ઝાંખપ લાગે એવા અનેક બનાવો બહાર આવ્યો છે

ભુજ. કોરોના જેવી મહાઆપતિ સામે દુનિયાભરમાં લડાઇ ચાલી રહી છે ત્યારે ભુજ શહેર એ ડિવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર બારોટ દ્વારા સરકારી અધિકારીઓ સામે પણ અણછાજતું વર્તન કરવામાં આવી રહ્યું છે. સતત બનતા આવા બનાવોને પગલે મદદનીશ કલેકટર મનિષ ગુરવાનીએ પશ્ચિમ કચ્છના પોલીસ વડાને પત્ર લખીને આ અધિકારી સામે શિસ્તના પગલા ભરવાનો આગ્રહ કરતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. એક પીઆઇનો અહમ્ સમગ્ર તંત્રને શરમજનક સ્થિતીમાં મુકી શકે એમ છેપોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયાને પાઠવેલા પત્રમાં આ આઇએએસ અધિકારીએ લખ્યું છે કે હાલ સમગ્ર સરકારી તંત્ર કોરોનાને નિયંત્રણમાં રાખવા કામગીરી કરી રહ્યું છે ત્યારે આવા બેજવાબદાર અધિકારીની વર્તણૂંક સમગ્ર તંત્રને શરમજનક સ્થિતીમાં મુકી શકે છે. તેમના કહેવા મુજબ સરકારના બધા વિભાગો નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે દરેક પોતાની ફરજ વિનમ્રતા, શિસ્ત અને પદની ગરીમાને છાજે તેવી રીતે કરે એ અપેક્ષિત છે. એવા સમયે એક પીઆઇનો અહમ્ સમગ્ર તંત્રને શરમજનક સ્થિતીમાં મુકી શકે એમ છે. ગુરવાનીના કહેવા મુજબ પોલીસ તંત્ર પણ લોકડાઉનની સફળ અમલવારી માટે સતત ખડે પગે છે ત્યારે પીઆઇ બારોટ જેવા અધિકારીનું વલણ આખા તંત્રની અથાગ મહેનત પર પાણી ફેરવી શકે એમ છે. પોલીસની ગરિમાને ઝાંખપ લાગે એવા અનેક બનાવો બહાર આવ્યાબનાવ-1 તા. 12-4ના એ ડિવીઝનના પીઆઇ બારોટ સાંજે 9.30 વાગ્યાની આસપાસ સાત વ્યક્તિઓને ભુજના શેલ્ટર હોમમાં લઇ આવ્યા હતાં. અહીં આરોગ્ય ચકાશણી જરૂરી હોય છે. ફરજ પરના કર્મચારીએ પીઆઇને જાણ કરતા પીઆઇ ઉશ્કેરાઇ ગયા હતા અને ખોટો કેસ કરીને ધરપકડની પણ ધમકી આપી હતી. કાર્યપાલક મેજિસ્ટ્રેટને સ્થળ પર પહોંચતા તેમની સાથે પણ પીઆઇએ અશોભનીય વર્તન કર્યું હતું. તેમજ તમામ સામે ફરિયાદની ધમકી આપી હતી. ત્યારબાદ આઇએએસ અધિકારીએ ફોન પર વાત કરતા પીઆઇએ માફી માંગી હતી. બનાવ-2 કાર્યપાલક ઇજનેર કચેરીના કર્મચારી સરકારી ફરજના ભાગરૂપે પોતાના વાહનમાં ટ્રેઝરી બિલ જમા કરાવવા જતા હતા તેને પણ પીઆઇના સ્ટાફે ડિટેઇન કર્યું હતું આ બનાવની આઇએએસ અધિકારી કક્ષાએથી પોલીસ અધિક્ષકને સુચના અપાયા બાદ જ વાહનને જવા દેવામાં આવ્યું હતું.બનાવ-3 જિલ્લા વિકાસ અધિકારીના ડ્રાઇવર સરકારી ફરજ બાદ સાંજે ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેઓની પાસે નાયબ ડીડીઓનો અધિકૃત પત્ર હોવા છતાં પીઆઇના સ્ટાફે વાહન ડીટેઇન કરી કનડગત કરી હતી.બનાવ-4 કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખાના નાયબ મામલતદાર પાસે સરકારી ઓળખપત્ર હોવા છતા તેમની હેરાનગતિ પીઆઇના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.બનાવ-5 તા. 6-5ના પરપ્રાંતિયોને ટ્રેન દ્વારા ભુજથી ઉત્તરપ્રદેશ લઇ જવા માટે ભુજના એક ગ્રાઉન્ડ પર તાલુકા મથકોએથી આવતી બસની રવાનગી સહિતની વ્યવસ્થા માટે મામલતદાર કાર્યરત હતાં. પીઆઇની ફરજ ફક્ત ગ્રાઉન્ડમાં સુરક્ષા અને બંદોબસ્તની જ હતી. તેમ છતાં તેમણે કલેકટરે નિમેલા અધિકારીના આદેશોની સતત અવગણના કરી હતી અને અશોભનીય વર્તન કર્યું હતું. મામલતદારે વારંવાર આગ્રહ કરવા છતાં પીઆઇ સમજ્યા ન હતાં. આ બનાવમાં સીવીલ ડિફેન્સના સ્વંયસેવકો સાથે પણ પીઆઇએ અભદ્ર ભાષા વાપરી હતી અને અપશબ્દો બોલ્યા હતાં.