મિરજાપરની બુટલેગર મહિલાએ પોલીસ મથકમાં મચાવી ધમાલ પોલીસે બે મહિલા સહિત ત્રણ સામે ફરજમાં રૂકાવટનો નોંધ્યો ગુનો.

ભુજ નજીકના મિરજાપર પાસેથી ગુરૂવારે સવારે જાહેરનામાના ભંગ બદલ પકડાયેલા નાગીયારીના યુવકને છોડાવવા માટે પોલીસ મથકમાં આવેલી મીરજાપરની બુટલેગર મહિલાએપોલીસ કર્મચારી અધિકારી સામે ધાક ધમકી કરી કાગારોડ કરતાં એડિવિઝન પોલીસે બેટલેગર મહિલ સહિત ત્રણ જણ સામે ફરજ રૂકાવટનો ગુનો નોંધીને ધરપકડ કરી લીધી હતી.ત્રણેય વિરુધ્ધ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનોપોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના નાગીયારી ગામે રહેતા સોહિલ સુલેમાન બાફણ (ઉ.વ.19) પોતાની મોટર સાયકલથી પસાર થતો હતો ત્યારે મીરજાપર ચોકી પાસે પોલીસ ચેકિંગ દરમિયાન બાઇકના કાગળ લાયસન્સ ન હોવાથી તેનું વાહન ડીટેઇન કરવાની પોલીસ પ્રોસીઝર કરતા હતા ત્યારે પકડાયેલા યુવકે મિરજાપર આંબેડકવારવાસમાં રહેતા કાન્તાબેન મનજીભાઈ મારવાડાને ફોન કર્યો હતો જેથી કાન્તાબેન અને તેની દીકરી મનીષા મીરજાપર ખાતેથી આવી યુવક તેનો સબંધી હોવાનું કહી વાહન ડીટેઇન ન કરવા પોલીસ સાથે જીભાજોડી કરી અને પોલીસને એટ્રોસીટી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તેમજ પોલીસ મથકમાં આવીને પોલીસ કર્મચારી અને અધિકારીઓની હાજરીમાં કાગારોડ કરતાં પોલીસે યુવક સાથે માતા-પુત્રીની ધરપકડ કરીને ત્રણેય વિરુધ્ધ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.