અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સ અને ઈવાંકા ટ્રમ્પની સહયોગી સંક્રમિત; ઈટાલીમાં મૃત્યુઆંક 30 હજાર પાર

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 40 લાખ 12 હજાર 837 કેસ નોંધાયા છે. 2 લાખ 76 હજાર 216 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 85 હજાર 141 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. શુક્રવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની પ્રેસ સેક્રેટરી કેટી મિલરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મિલર વ્હાઈટ હાઉસની બીજી મોટી અધિકારી છે. જો કે તે ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પના સંપર્કમાં આવી ન હતી. કોરોનાને લઈને વ્હાઈટ હાઉસમાં વધારે સાવધાની રખાઈ રહી છે.