સાઉથ આફ્રિકાના અત્યંત અંતરિયાળ ગામ એડીલેડમાં રહેતા ૧૧૬ વર્ષના ફ્રેડી બ્લોમ વિશ્વના સૌથી વયસ્ક જીવિત પુરૂષોમાંના એક છે. તેમણે પોતાના જીવનકાળમાં આ બીજો રોગચાળો જોયો છે. ૧૯૦૪ની આઠમી મેએ જન્મેલા ફ્રેડીદાદા ૧૯૧૮માં ૧૪ વર્ષના હતા ત્યારે સ્પેનિશ ફલુના રોગચાળામાં તેમણે બહેન ગુમાવી હતી. એ રોગચાળામાં અકિલા ૩૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. ૧૦૦ વર્ષ પછી હાલના કોરોના વાઇરસના ઇન્ફેકશનના રોગચાળામાં તેમને ફકત લોકડાઉનનાં નિયંત્રણ તકલીફ આપે છે. લોકડાઉનમાં સિગારેટ મળતી નથી એ તેમને માટે સૌથી વધુ પરેશાન કરનારી અકીલા બાબત બની છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સની નોંધ પ્રમાણે સત્તાવાર રીતે વિશ્વના સૌથી વૃદ્ધ પુરૂષ બ્રિટનના બોબ વેઇટન છે. ફ્રેડીદાદાની ઉંમર કોઇ સંસ્થાએ તપાસી નથી. આ બિનસત્તાવાર રીતે વિશ્વના સૌથી વૃદ્ધ પુરૂષ ફ્રેડીદાદાને લોકડાઉનના માહોલમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી ત્યારે તેમનાં પ્રપૌત્ર-પ્રપૌત્રી અને પ્રદોહિત્ર-પ્રદોહિત્રીઓ સુધીનો વંશવેલો ઘરના પ્રાંગણમાં ભેગો થયો હતો. પાડોશીઓ હેપી બર્થ-ડેનાં ગીતો ગાતાં આવી પહોંચ્યા અને તેમની બથર્ડ-ડે વિશે પૂછવામાં આવી ત્યારે તેમણે કહ્યું, ‘સિગારેટની વ્યવસ્થા કરી શકો તો સારૃ