સાન ફ્રાન્સિસ્કોથી 118 ભારતીયોને લઇને પ્રથમ ફ્લાઇટ હૈદરાબાદ આવી, વિવિધ દેશોથી વધુ 6 વિમાન આવશે

મિશન અંતર્ગત અમેરિકાથી આવનારી આ બીજી ફ્લાઇટ, પ્રથમ ફ્લાઇટમાં 225 લોકો આવ્યા મિશનના પ્રથમ તબક્કામાં 14 મે સુધીમાં 800 14,800 લોકોને લાવવાની યોજના છે

નવી દિલ્હી. કોરોનાને કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં પરત લાવવાના વંદે ભારત મિશનનો આજે પાંચમો દિવસ છે. પ્રથમ ફ્લાઇટ સાન ફ્રાન્સિસ્કોથી 118 ભારતીયોને લઈને સોમવારે સવારે 11 વાગ્યે હૈદરાબાદમાં ઉતરી હતી. આ ઉપરાંત આજના દિવસમાં વિવિધ દેશોથી વધુ 6 ફ્લાઇટ્સ આવશે. આ ફ્લાઇટ્સના લેન્ડિંગનો સમય અને કેટલા લોકો આવશે તે અંગેની જાણકારી હજુ મળી શકી નથી.આજે આ 6 ફ્લાઇટ્સ આવશે

  1. લંડનથી દિલ્હી-બેંગ્લુરુ
  2. ઢાકાથી મુંબઇ
  3. દુબઇથી કોચી
  4. અબુધાબીથી હૈદરાબાદ
  5. કુઆલાલંપુરથી ચેન્નાઈ
  6. બહેરિનથી કોઝિકોડ
    ગલ્ફ દેશોમાંથી કેરળ પરત આવેલા 5 લોકોને કોરોના
    કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. શૈલજાએ રવિવારે માહિતી આપી કહ્યું કે, નવા પોઝિટીવ કેસોમાં ત્રણ લોકો એવા છે જે 7 મેએ અબુધાબીથી પાછા ફર્યા હતા. વંદે ભારત મિશન હેઠળ ગલ્ફ દેશોમાંથી પાછા ફરનારા બે લોકો પહેલાથી જ પોઝિટીવ આવ્યા છે. મિશનના પહેલા દિવસે કેરળ આવેલા બે વિમાનમાં 9 બાળકો સહિત 363 લોકો હતા.વંદે ભારતનો બીજો તબક્કો 15 મેથી શરૂ થશેવંદ ભારત મિશન અંતર્ગત ભારત પરત આવતા લોકો ફ્લાઇટ અને ક્વોરેન્ટાઇનનો ખર્ચ જાતે ભોગવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 14 મે સુધીમાં 12 દેશોમાંથી 14,800 ભારતીયોને લાવવાની યોજના છે. મિશનનો બીજો તબક્કો 15 મેથી શરૂ થશે. આ તબક્કો મધ્ય એશિયા અને કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશિયા, જર્મની, સ્પેન અને થાઇલેન્ડ જેવા યુરોપિયન દેશોના ભારતીયોને લાવશે. આ મિશનમાં વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, માંદા અથવા મરણ પામેલા અથવા ઘરે ગંભીર રીતે બીમાર રહેનારાઓને અગ્રતા આપવામાં આવી રહી છે.