લોકડાઉન હટાવતા દેશો તકેદારી લેઃ રસી ન આવે ત્યાં સુધી બચાવના પગલા કોરોનાથી લડવાનું એકમાત્ર સાધનઃWHO


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોમવારે એવા દેશોને ચેતવણી આપી છે કે જે લોકડાઉન ખોલવા માટેની તૈયાર કરી રહ્યા છે. WHO એ કહ્યું છે કે, વધુ ‘તકેદારી’ લેવાની જરૂર છે. ભારત સિવાય બ્રિટન અને અમેરિકા લોકડાઉન હટાવવાની તૈયારી કરી રહ્યા છે. નિષ્ણાતો ચિંતિત છે કે આ રોગચાળામાં ચેપનો બીજો રાઉન્ડ હજી આવવાનો બાકી છે. જર્મનીમાં અકિલા લોકડાઉનમાં રાહત બાદ નવા કોરોના વાયરસનાં કેસો બહાર આવ્યા છે. વળી દક્ષિણ કોરિયા, જેણે વાયરસનાં ફેલાવાને અંકુશમાં રાખ્યો હતો, ત્યાં નાઈટકલબમાં ઝડપથી વાયરસનાં ચેપનાં નવા કેસો સામે આવ્યા છે. અકીલા WHO નાં ઇમરજન્સી પ્રોગ્રામનાં વડા માઇક રિયાને જણાવ્યું હતું કે , અમે હવે કેટલીક આશા જોઈ રહ્યા છીએ કારણ કે કેટલાક દેશો લોકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે હવે વધુ તકેદારી લેવી પડશે. ડો.માઇકે કહ્યું કે જો આ રોગ નીચા સ્તરે હોય અને કલસ્ટરોની ચકાસણી ન કરવામાં આવે તો હંમેશાં આ જોખમ રહે છે કે વાયરસ ફરી ફેલાઇ શકે છે. વિશ્વની સરકારો અર્થતંત્રને કેવી રીતે ખોલવું તે પડકારનો સામનો કરી રહ્યા છે. રાયને કહ્યું કે સંગઠનને આશા છે કે જર્મની અને દક્ષિણ કોરિયા નવા કલસ્ટરોમાંથી પસાર થશે. અહીં ચેપગ્રસ્ત દર્દીઓ ઉપર જે રીતે નજર રાખવામાં આવી રહી છે જેની પ્રશંસા કરી છે. ષ્ણ્બ્ નાં ડાયરેકટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ગેબ્રેસિઅસે જણાવ્યું છે કે, પ્રતિબંધોને દૂર કરવું ખૂબ જટિલ અને મુશ્કેલ છે. તેમણે કહ્યું કે લોકડાઉન ધીમે ધીમે દૂર થવું જોઈએ જેથી જીવન અને આજીવિકાની સુરક્ષા થઈ શકે. તેમણે કહ્યું કે જયાં સુધી રસી ન આવે ત્યાં સુધી, તેનાથી બચવા માટે લેવામાં આવેલા પગલા એ વાયરસથી બચવા માટેનું એકમાત્ર સાધન છે.