હિઝબુલે ભારતને ભમ્રમાં નાખવા બે-બે કમાન્ડર બનાવ્યા? : ખીણ પ્રદેશમાં આતંક ફેલાવવા નવો કારસો નવી દિલ્હીઃ પાકિસ્તાની આતંકી સંગઠન હિઝબુલ મુઝાહીદીને ભારતને ભમ્રમાં નાખવા નવા કમાન્ડર ગાઝી હૈદરની નિમણુંક કરી હોવાનું જાણવા મળ્યું છે. રિયાઝ નાયકુના અકિલા ખાત્મા બાદ કમાન્ડર માટે હિઝબુલ નવા ચહેરાની તલાશમાં હતુ. જમ્મુ-કાશ્મીર પોલીસના ટોચના અધિકારીઓ અને સીઆરપીએફના સુત્રો મુજબ અનંતનાગના કોકરનાગના રહેવાસી ૫૫ વર્ષીય અશરફ મૌલવી નવો હિઝબુલ કમાન્ડર અકીલા છે. નાયકુની શોક સભામાં હિઝબુલ ચીફ સૈયદ સલાહુદીને ગાઝી હૈદરના નામની જાહેરાત કરેલ. આ હૈદર નાયકુનો ખાસમખાસ ડો. સૈફુલ્લાહ મીર છે. ૨૦૧૬માં બુરહાન વાનીના હણાયા બાદ આતંકીઓની યાદી બનેલ તેમાં ગાઝીહૈદરનું નામ ન હોવાનું એક અધિકારીએ જણાવેલ. ઉપરાંત તેનુ નામ ડાર્ડ વર્લ્ડ વેબ ઉપર થતી હીઝબુલની વાતચીક કે આઇએસઆઇના મેસેજમાં પણ નથી મળ્યું. સૈફુલ્લાહ મીર પુલવામાનો રહેવાસી છે અને તે ૩૨ વર્ષનો છે. તેણે ૨૦૧૪માં બાયોમેડીસીનમાં ડીપ્લોમાં કર્યુ છે. તે અગ્રેસીવ હોવાની સાથે આઇએસઆઇની દખલ વિના કામ કરવાનું પસંદ કરે છે. ૨૦૧૪માં જોડાયેલ મીર શોપીયા અને અવંતીપોરામાં સક્રિય છે. અશરફ મૌલવી ૧૯૯૯માં હિઝબુલનો સભ્ય બનેલ. તે મુઝઝફરાબાદ (પીઓકે) પણ જઇ આવ્યો છે. ૨૦૦૭માં પીએસએ હેઠળ તેની ધરપકડ કરી ૨ વર્ષ જેલમાં ધકેલી દેવાયેલ. થોડો સમય તેણે બટલર તરીકે કામ કર્યા બાદ હીઝબુલમાં જોડાઇ ગયેલ. હવે મીર અને મૌલવી બંને ૭૦ આતંકીઓ સાથે કામ કરે છે અને સુરક્ષાદળોના રડારમાં હોવાનું સીઆરપીએફના એક ઉચ્ચ અધિકારીએ જણાવેલ