ભુજ થી ભચાઉ તરફ જઈ રહેલા આર.ટી.ઓ.ની કારને નડ્યો અકસ્માત બન્ને વાહનોની ટકકરમાં કારનો ભુક્કો બોલી ગયો
ભુજ તાલુકાના ધાણેટી ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા માર્ગ રક્તરંજીત બન્યો હતો પ્રાપ્ત વિગતો મુજબ ભુજ થી કનૈયાબે તરફ જઈ રહેલી આર.ટી.ઓ કચેરીની બોલેરો કાર નંબર જી.જે.૧૮.જીબી.૮૮૨૪ માં આરટીઓ કચેરીના ઇન્સ્પેકટર એન.ડી.પટેલ ઉ.વર્ષ.૩૫ સાથે ડ્રાઇવર મહિપાલસિંહ આઈ. રાણા ઉ.વર્ષ.૩૦ ચેકીંગમાં જઈ રહ્યા હતા તે સમયે ભચાઉ થી ભુજ તરફ આવી રહેલા યમદૂત સમાં ટ્રેલર નંબર જી.જે.૧૨.બીડબ્લ્યુ.૧૪૭૩ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જસ્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા સમયે ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહિપાલસિંહ રાણા એ સારવાર મળે તે પહેલાજ મૃત્યુ નીપજ્યું હતું અને ગંભીર રીતે ઘવાયેલા આરટીઓ ઇન્સ્પેકટર એ.ડી.પટેલને સારવાર અર્થે ભુજની લેવા પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતા આરટીઓ અધિકારી સાથે સ્ટાફ અને એજન્ટો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં આ બન્ને વાહનો વચ્ચે થયેલી ટકકરમાં આરટીઓ ની બોલેરો કારનું કચ્ચરઘાણ વડી ગયું હતું આ અકસ્માતની વધુ તપાસ પધ્ધર પોલીસ ચલાવી રહી છે.