ભુજ કચ્છ મુન્દ્રા તાલુકા માં યુવાન અને પરિણીતાએ ઝેરી દવા પીધી

મુન્દ્રા. બારોઇ રોડ પર રહેતા યુવાને અજાણતા ઝેરી દવા ગટગટાવી હતી. તો, મોટા કપાયામાં પરણિતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા બન્ને જણાઓને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મુન્દ્રા પોલીસે બન્ને બનાવોની નોંધ લઇ ઝેરી દવા પીવા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરીમંગળવારે સાંજે બનેલા બનાવમાં બારોઇ રોડ સ્થિત જુના પેટ્રોલ પંપ ગાયત્રી નગરમાં રહેતા સંજય રાજુભાઈ સથવારા (ઉ.વ.18))નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેને પ્રથમ જુના બંદર રોડ પર આવેલી અદાણી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે મોટા કપાયા ગામે રહેતી 28 વર્ષીય માયાબેન ભવાનભાઇ મહેશ્વરીએ રવિવારે રાત્રીના અગ્યાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુન્દ્રા પોલીસે બન્ને બનાવોની નોંધ લઇ ઝેરી દવા પીવા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.