નાના વેપારીઓ, ફેરિયાઓ, નોકરિયાતો માટે રાહતનું એલાન કરાયું

આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીએ જે 20 લાખ કરોડના પેકેજની ઘોષણા કરી હતી તેના બીજા તબક્કામાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમને પ્રવાસી શ્રમિકો, ખેડૂતો, ફેરીયાઓ માટે પેકેજની જાહેરાત કરી હતી. આજના પેકેજમાં નાના ખેડૂતોને રાહત, ફેરીયાઓને પણ રાહત, પ્રવાસી મજુરો અને નાના વેપારીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કોઈને ભુલી જતી નથી અને અગાઉ પણ ગરીબના ખાતામાં સીધા નાણા જમા કરાવવામાં આવ્યા છે. ગઈ કાલે થયેલી જાહેરાતમાં 12 કરોડ લોકોની લાભ થયો તેની અસર પણ આ વર્ગ પર થશે જ. પરંતુ આજે તમને વધારે રાહત આપવામાં આવી છે. દેશના 3 કરોડ ખેડૂતો માટે અગાઉ પણ 4 લાખ કરોડથી વધુની સહાયનો લાભ મેળવી ચુક્યા છે. તેમને વ્યાજ પર રાહત જેવી મદદ પણ કરવામાં આવી છે. માર્ચ સુધીની ડ્યુ હતી તે જૂન કરવામાં આવી છે. 25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે.