કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કેન્દ્ર સરકારને આડેહાથ લેતા જણાવ્યું કે રાહત પેકેજના જોરે સરકારે શાહૂકાર જેવું વર્તન કરવાનું બંધ કરવું જોઈએ. રાહુલે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન મોદીએ લોકોને ક્રેડિટને બદલે કેશ આપવાની દિશામાં વિચારવું જોઈએ.પત્રકારો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેઓ કેન્દ્ર પર દબાણ કરી રહ્યા છે કે સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને તેમના ખાતામાં સીધા નાણાં જમા કરાવીને મદદ કરે. રાહુલે વધુમાં જણાવ્યું કે આર્થિક સ્તરે એક ભયંકર તોફાન આકાર લઈ રહ્યું છે અને તેનાથી સંખ્યાબંધ લોકો પ્રભાવિત થશે. આર્થિક વાવાઝોડું હાલ નથી આવ્યું પરંતુ તે આવી રહ્યું છે અને નોંધપાત્ર લોકોને તેની પ્રતિકૂળ અસર થશે તેમ કોંગ્રેસના સાંસદે જણાવ્યું હતું