કચ્છમાં અપમૃત્યુના પાંચ બનાવ બન્યા.

ભુજ, અંજાર,જાંબુડી, મોઢવા મા ત્રણ યુવાન સહિત ચાર એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, નખત્રાણામાં સારવાર દરમિયાન પરિણીતાએ દમ તોડયો પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ચાર અપમૃત્યુના બનાવોમાં એક મહિલા સહિત પાંચ ના મૃત્યુ નિપજયા છેભુજ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ભુજ એરિયા કેમ્પ ના ભુજીયાની તળેટીમાં રહેતા અસરફ વકીલ શેખ ઉમર વર્ષ પચ્ચીસ એ પોતાના ઘરે લોખંડની ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે તો બીજા બનાવમાં અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંજાર ના રામ ઓટો પાસે આવેલ નિંગાળ ફળિયામાં રહેતા ૫૫ વર્ષીય વિનોદભાઈ બાબુલાલ સોમેશ્વરા એક કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે પોલીસે ભોગ બનનાર ના આપઘાત પાછળ ના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છેત્રીજા બનાવમાં પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જાંબુડી રામદેવપીર મંદિર પાસે માં રહેતા ભવાનભાઈ તેજાભાઈ ખાંરેટ મારવાડા ઉંમર વર્ષ ૩૫ a કૈલાશ નગર વાડી વિસ્તારમાં ઝાડ સાથે બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો ગંભીર હાલતમાં સારવાર તળે જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે ચોથા બનાવમાં માંડવી તાલુકાના મોઢવા ગામે રહેતા દિનેશભાઈ કરસનભાઈ જોગી ઉંમર વર્ષ ૨૦ એ સવારના અરસામાં ગફૂર આમદ ના ઘરની નજીક સીમમાં બાવળની ઝાડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે માંડવી મરીન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે પાંચમા બનાવમાં નખત્રાણા પોલીસે કહ્યું હતું કે નખત્રાણાના સુરલભીટ વિસ્તારમાં રહેતા રમીલાબેન માવજીભાઈ કોલી ઉમર વર્ષ 37 પોતાના ઘરે ચૂલામાં કરોસીન નાખતા હતા ત્યારે અકસ્માત ગંભીર રીતે દાઝી જતાં જીકે જનરલ હોસ્પિટલ થી વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા ગંભીર હાલતમાં તેણીનું મૃત્યુ નીપજયું છે પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરી છે