સોમવારથી શરૂ થઈ રહી છે ફ્લાઈટ સેવા, જાણો કેવી રીતે બુકિંગ થશે

સોમવાર એટલે કે 18મે થી ફ્લાઈટ સેવા શરૂ થઈ રહી છે. લોકડાઉનમાં લોકો વિવિધ શહેરોમાં ફસાયેલા છે તેમના માટે આ રાહતના સમાચાર છે. ઘણી વાર ફ્લાઈટ શરૂ હોવાની વાત પર વિશ્વાસ એટલે ન થતો હતો કે વધારે ટ્રાવેલ બુકિંગ સાઈટો પર 1 જૂનથી પહેલાની ટિકિટ નહીં દેખાઈ રહી ન હતી. પરંતુ હવે ચિંતાની કોઈ વાત નથી. અમે તમને ફક્ત ફ્લાઈટની જાણકારી નથી આપી રહ્યા પરંતુ બતાવીશું કે બુકિંગ ક્યાંથી કરાવવી છે. પરંતુ તમારે આ સમાચાર ધ્યાનથી વાંચવા પડશે નહીં તો પૈસા અને સમય બંન્ને ખરાબ થશે. છેલ્લા કેટલાક દિવસોથી કહેવામાં આવી રહ્યું છે કે 18મેથી એરપોર્ટ ખોલી દેવામાં આવશે અને ફ્લાઈટ શરૂ થઈ જશે. એવામાં સૌથી પ્રચલિત વેબસાઈટમાં જઈને ટિકિટ બુકિંગ ચેક કરી રહ્યા છે. પરંતુ અફસોસ કે હજુ પણ બુકિંગ ડેટ 1 જૂનથી દેખાઈ રહી છે. જો કે ગૃહમંત્રાલયની અનુમતિ બાદ ફક્ત એર ઈન્ડિયા જ 18મેથી ફ્લાઈટ શરૂ કરશે. એટલે કે એર ઈન્ડિયાની સાઈટ ઉપર બુકિંગની જાણકારી મળશે. એર ઈન્ડિયાની વેબસાઈટના ફ્રન્ટ પેજમાં કોરોના સેકશન જોવા મળશે ત્યાંજ રાઈટ હેન્ડ ઉપર બુકિંગનો ઓપશન છે. ત્યાં જઈને બે વધુ પેજ ઉપર ક્લીક કરવું પડશે. ત્યાર બાદ તમે સીધા બુકિંગ પેજ પર પહોંચી જશો. હવે ત્યાં તમારી બુકિંગની જાણકારી નાખવી પડશે ત્યાર બાદ એર ઈન્ડિયા તમને સીટ ઉપલબ્ધતા અને ભાડા વિશે જાણકારી આપશે. તમે તમારા હિસાબે સીધી ટીકીટ બુક કરાવી શકો છો.