આપણી ગુજરાતી કહેવત છે ઉંટ કાઢે ઢેકા તો માણસ કરે ટેકા. કોરોના માણસ પર હુમલો કરે તો માણસે તેને ખાળવાના અનેક રસ્તા અપનાવ્યા છે. હવે વૈજ્ઞાનિકો એવું માસ્ક તૈયાર કરી રહ્યા છે જેને કોરોના વાયરસ સ્પર્શશે તો માસ્ક રંગ બદલી નાખશે અને ચમકી પણ ઉઠશે, મતલબ કોરોના તમારા શરીરમાં પ્રવેશે તે પહેલા તમને એલર્ટ કરશે, કોરોનાને શરીરમાં પ્રવેશતા રોકશેઆ અંગેની વિગત એવી છે કે વૈજ્ઞાનિકો કોરોના વાયરસની ઓળખ માટે એવા માસ્ક બનાવી રહ્યા છે જે વાયરસના સંપર્કમાં આવતા જ રંગ બદલશે. આ પહેલા જીકા અને ઈબોલા વાયરસ માટે પણ આવા માસ્ક બનાવવામાં આવ્યા હતા જે આ વાયરસના સંપર્કમાં આવતા જ સિગ્નલ આપતા હતા.માસ્કમાં એવા સેન્સર્સ લાગેલા હશે જે આપને બતાવી દેશે કે સંક્રમણનો ખતરો છે કે નહીં. મેસારયુસેટસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) અને હાર્વર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેને તૈયાર કરવામાં લાગ્યા છે.વૈજ્ઞાનિક જિમ કોલિન્સે જણાવ્યું હતું કે જેવું આ માસ્કની સપાટી પર કોરોના વાયરસ પીડિત વ્યક્તિની છીંક, ઉધરસ કે થૂકના ટીપા સંપર્કમાં આવશે તો માસ્કની સપાટી પરનો ફલોરોસેંટ રંગ બદલશે. આગામી કેટલાક દિવસોમાં આ માસ્કની ટ્રાયલ થશે. હાલ આ પ્રોજેકટ પ્રારંભીક સ્તરમાં છે. આ માસ્કમાં પેપર બેઝડ ડાયગ્નોસ્ટિકના બદલે પ્લાસ્ટીક, કવાર્ટઝ અને કપડાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ માસ્કની અંદર કોરોના વાયરસના ડીએનએ અને આરએનએ આવી જાય તો તે તરત માસ્કની અંદર મોજૂદ લાયોફિલાઈઝરની સાથે જોડાઈને રંગ બદલી નાખશે. માસ્કને અનેક મહિના સુધી રૂપના તાપમાન પર સુરક્ષિત રાખી શકાય છે.