રાજ્યમાં કોરોના ટેસ્ટને લઈ જામ્યો જંગ, અહેમદ પટેલનાં સવાલ પર CM રૂપાણીનો જવાબ

રાજ્યમાં કોરોના ટેસ્ટને લઈ જામ્યો જંગ, અહેમદ પટેલનાં સવાલ પર CM રૂપાણીનો જવાબગુજરાતમાં કોરોનાનાં ટેસ્ટિંગ ઘટાડવા મુદ્દે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે તેને લઈને રાજ્યમાં જંગ જામ્યો છે. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે ગુજરાતમાં ટેસ્ટ ઘટાડવા બાબતે રૂપાણી સરકાર પર નિશાન સાધ્યું હતું. જેના થોડા જ કલાકોમાં જ સીએમ રૂપાણી દ્વારા ટેસ્ટિંગ ઘટાડવાના આરોપ પર જવાબ આપ્યો હતો. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ ટેસ્ટિંગને લઈને સરકાર પર પ્રહાર કર્યાં છે.કોંગ્રેસ સાંસદ અહેમદ પટેલે ટ્વીટ કરીને સરકારને સવાલ પુછ્યો કે, ગુજરાત સરકારે કેમ ટેસ્ટ ઘટાડી દીધા છે? આ ખુબ જ પરેશાન કરનારું છે અને ટેસ્ટ વધારવાની નેશનલ પોલિસીની વિરુદ્ધનું છે. મહામારીના સમયમાં સમસ્યા અંગે પ્રામાણિક રહેવું ખુબ જ જરૂરી છે, નહીં કે તેને છૂપાવવાનો પ્રયાસ કરવો.તો અહેમદ પટેલ દ્વારા આરોપ લગાવાતાં જ થોડા જ સમયમાં સીએમ રૂપાણીએ પણ ટ્વીટ કરીને પ્રત્યુત્તર આપ્યો હતો. સીએમ રૂપાણીએ લખ્યું કે, મિ. અહેમદ પટેલ, ગુજરાત દ્વારા ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કૃપા કરીને તમારા માહિતી સ્ત્રોતોને ફરીથી તપાસો જે તથ્યો અને જમીનની વાસ્તવિકતાઓથી ખૂબ દૂર છે.પણ આ બંને ટ્વીટ પરથી જાણવા મળે છે કે, અહેમદ પટેલે અમદાવાદમાં દરરોજ કરાતાં ટેસ્ટની સંખ્યામાં ઘટાડાનો ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારે વિજય રૂપાણીએ કરેલ ટ્વીટમાં ગુજરાત અને અમદાવાદમાં થયેલ કુલ ટેસ્ટનો આંકડો દર્શાવ્યો હતો. જેમાં ગુજરાત અને અમદાવાદમાં દર દસ લાખે ટેસ્ટનો આંકડો ભારતથી પણ વધારે હોવાનું જણાવવામાં આવ્યું છે. પણ દરરોજનાં કેસોમાં કેટલો વધારો કે ઘટાડો કરવામાં આવ્યો છે તેનો ગ્રાફ સીએમ રૂપાણીની ટ્વીટમાં જોવા મળતો નથી. કે ન તો ગુજરાત સરકારની કોવિડ વેબસાઈટમાં કે અમદાવાદ કોર્પોરેશનની વેબસાઈટમાં પણ ટેસ્ટનાં આંકડાનો દરરોજનો ગ્રાફ જોવા મળતો નથી.