દેશમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન લાગુ છે. લોકડાઉન દરમિયાન દેશના જુદા-જુદા સ્થળોએ મજૂરોની સાથે થતી દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ત્યાં હવે પશ્ચિમ બંગાળમાં મજૂરો ભરેલી એક બસ પલટી ગઈ છે. જેમા 15 મજૂર ઈજાગ્રસ્ત થયા છે.મજૂરો ભરેલી બસ સાથે આ દુર્ઘટના પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ઘટી છે. જ્યાં એક બસ પલટી ગઈ. મોડી રાતે પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં ધૂપગુડી બ્લોકના મોરંગા ચોપાટીની પાસે પ્રવાસીઓથી ભરેલી બસ પલટી જવાથી ઘટના ઘટી.તમામ પ્રવાસી શ્રમિક બિહારના સાહુદાંગી ઈંટ કારખાનામાં કામ કરતા હતા. તમામ પાછા આવીને ગૃહ નગર કૂચબિહાર જિલ્લામાં જઈ રહ્યા હતા. આ બસ ઘટનામાં 4 મહિલાઓ, 3 બાળકો સહિત કુલ 15 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઘટના બાદ ધુપગુડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રાહત-બચાવનું કામ કરવામાં આવ્યુ છે.તમામ ઈજાગ્રસ્તોને ઘટના બાદ ધૂપગુડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એક મજૂરની સ્થિતિ ગંભીર છે. ઘટના બાદથી જ ડ્રાઈવર ફરાર છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.