દેશ કોરોના સામે લડી રહ્યો છે અને સરહદે સૈનિકો આતંકીઓ સામે લડી રહ્યા છે. આ સંકટના સમયમાં પણ આતંકીઓ તેની હરકતો સતત વધારી રહ્યા છે. આજે કાશ્મીરના કુલગાંવ જિલ્લાના ફ્રિશલમાં આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષે ફાયરિંગ થયું હતું અને આ ઘટનામાં એક પોલીસના હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે.આતંકીઓએ પોલીસ અને સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો. તેમાં હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ અમિન ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવાયા પણ તે પહેલાં જ તેમનું મોત થયું હતું. બડગામમાં આતંકીઓ હોવાની જાણ થતાં પોલીસે 5ની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં ગુરૂવારે પણ સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી.