WHOની ચેતવણી જંતુનાશક દવાનો છંટકાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક

કોરોના વાયરસને રોકવા માટે ખુલ્લા સ્થળો પર જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવો જોઈએ, આનાથી કોરોના વાયરસ પર કોઈ અસર થતી નથી અને ઉલ્ટાનું તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.આ ચેતવણી શનિવારે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તરફથી આપવામાં આવ્યું. WHOનું કહેવું છે કે, શેરીઓ અને બજારોમાં ડિસઈન્ફેકટેડ અકિલા સ્પ્રે અથવા ફ્યૂમિગેશન કરવાથી કોઈ ફાયદો થતો નથી કારણ ધૂળ અને ગંદકીને કારણે તે નિષ્ક્રિય થઈ જાય છે. WHO અનુસાર, કોઈ વ્યકિત પર જો સીધો સ્પ્રે કરી દેવામાં આવે તો તેને ગંભીર બીમારીઓ થઈ શકે છે. માનવ શરીર પર ડિસઈન્ફેકટેટનો સ્પ્રે ન કરવો જોઈએ કારણ કે આનાથી શારીરિક અને માનસિક નુકસાન થવાની શકયતાઓ રહેલી છે. WHOનું કહેવું છે કે, શેરીઓ અથવા બજારની જગ્યાઓ પર છંટકાવથી કોરોના વાયરસ અથવા અન્ય રોજજનકોને મારવાની ભલામણ ન કરી શકાય કારણ કે, ધૂળ અને કચરાથી કિટાણુનાશક નિષ્ક્રિય થઈ જાય છે. WHOના દસ્તાવેજમાં કહેવામાં આવ્યું છે કે, જંતુનાશ ક શારીરિક અને માનસિક રૂપે હાનિકારક થઈ શકે છે. લોકો પર ફ્લોરીન અથવા અન્ય ઝેરીલા રસાયણોનો છંટકાવ કરવાથી આંખો અને ત્વચામાં બળળતા, બ્રોન્ફોસ્પાસ્મ અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ પ્રભાવ થઈ શકે છે.જો જંતુનાશકોનો ઉપયોગ કરવો હોય તો તેને એક કપડાં અથવા પોતાં સાથે ઉપયોગમાં લેવાં જોઈએ. આ રીતે તે નુકસાનકારક નહીં રહે