બગસરામાં લોકડાઉન ત્રીજા તબક્કામાં પોલીસે કાળાબજારની સોપારી ઝડપી લીધી

બગસરામાં લોકડાઉન ત્રીજા તબક્કામાં પોલીસનું સતત પેટ્રોલીંગ કરતા એસ.પી. નિર્લીપ્ત રાયની સૂચના અનુસાર લોકડાઉનમાં કાળા બજાર કરતા લોકોને ૨૨ કિલો સોપારીના જથ્થા સાથે પકડી પાડયા છે. મળતી માહિતી મુજબ પી.આઈ. મકવાણા, પીએસઆઈ યુ.એફ. રાવલ, પોલીસ સ્ટાફ જે.આર. દાતી, શકિતસિંહ રાજુભાઈ વરૂ અલગ અલગ વિસ્તારોમાં અકિલા પેટ્રોલીંગ કરતા ટાઉનમાં ચેકીંગ દરમ્યાન ત્રણ ઈસમોને ૨૨ (બાવીસ) કિલો સોપારી સાથે ધનજીભાઈ દેવરાજભાઈ ડાભી, જયદીપભાઈ મોહનભાઈ બોરીચા, મહેશભાઈ વલ્લભભાઈ નકુમને જાહેરમાં બાચકુ લઈ આવતા જોઈને ચેકીંગ કરતા બે સોપારી વાતરવા તથા સોપારીના માલિકને પકડી પાડેલ છે. એપેડેમીક એકટ ૩ તથા પીઆઈસી કલમ ૨૬૯, ૨૭૦, ૧૮૮ જહેરનામા ભંગ કરતો ગુનો દાખલ કરેલ છે તેવી વધુ તપાસ પીએસઆઈ યુ.એફ. રાવલ ચલાવી રહ્યા છે.